મહાનગરપાલીકા ના કર્મચારી શાકભાજીના વેચાણ કરવા માટે ફુડ લાયસન્સ જરૂરી હોય લાયસન્સ મેળવવા માટે અરજી કર્તા લાંચ માંગી અને એ સી બી ના સાણસા મા ભરાયા

*એ.સી.બી.ની સફળ ટ્રેપ*

: એક જાગૃત નાગરીક ની ફરીયાદ ના આધારે

: (૧) હેમેનકુમાર ગુણવંતરાય ગોહિલ ફુડ સેફટી ઓફિસર ફુડ ઇન્સ્પેકશન બ્રાંચ, સેન્ટ્રલ હેલ્થ, રાંદેર ઝોન, સુરત મહાનગરપાલિકા, સુરત. વર્ગ-૩

(૨) ગુલામ યાસીન નીસાર હુસૈન શેખ વહિવટી કલાર્ક ફુડ વિભાગ, વહિવટી ઓફિસ, સુરત મહાનગરપાલિકા, સુરત. વર્ગ-૩ 

ગુનો બન્યા* : તા.૦૭/૦૬/૨૦૨૪ 

લાંચની માંગણીની રકમ* : રૂપિયા ૪૫,૦૦૦/- કરી હતી

લાંચ સ્વીકારેલ રકમ* : રૂપિયા ૪૫,૦૦૦/- હજાર 

*લાંચની રીકવર કરેલ રકમ* : રૂપિયા ૪૫,૦૦૦/-

સ્થળ* : ફુડ ઇન્સ્પેકશન બ્રાંચ પહેલો માળ વહિવટી કચેરી, સુરત મહાનગરપાલિકા હોમીયોપેથીક દવાખાનાની ઉપર રંગઉપવનની બાજુમાં, નાનપુરા, સુરત.   

ગુનાની ટુંક વિગત* : આ કામના ફરીયાદીના શેઠ નાઓએ ભાડેથી દુકાનો રાખેલ જે દુકાનોમાં શાકભાજીના વેચાણ કરવા માટે ફુડ લાયસન્સ જરૂરી હોય લાયસન્સ મેળવવાઆસુરત મહાનગરપાલિકામાં ઓનલાઇન અરજી કરેલ જે ફુડ લાયસન્સ આપવાની કાર્યવાહી કરવાના અવેજ પેટે આ કામના આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં ફરિયાદી પાસે રૂ.૪૫૦૦૦/- લાંચની માંગણી આરોપી નં.(૧) નાઓએ કરેલ જે રૂ.૪૫,૦૦૦/- આરોપી નં.(૨) નાઓને આપી દેવા જણાવેલ જે લાંચની રકમ ફરીયાદીશ્રી આપવા માંગતા ન હોય, એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદ આપેલ. જે આઘારે લાંચના છટકા દરમ્યાન ફરિયાદી આરોપી નં.(૨)ને મળતા આ કામના આરોપી નં.(૨) નાઓએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી બંને આરોપીઓ સ્થળ પર પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબત.

ટ્રેપીંગ અધિકારી* : શ્રી કે.જે.ધડુક, પો.ઇન્સ., સુરત શહેર એ.સી.બી. પો.સ્ટે. તથા એ.સી.બી. સ્ટાફ

સુપર વિઝન અધિકારી* આર.આર.ચૌધરી, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ, સુરત

Najar News
Author: Najar News

Leave a Reply

Advertisement
Live Cricket Score