મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્ય ગુર્હમંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં અપાઈ સૂચના

*રાજ્યમાં ગેરકાયદેસર ચાલતા ગેમ ઝોનના માલિકો સામે FIR કરવા તમામ પોલીસ કમિશનરશ્રી તથા તમામ જીલ્લા પોલીસ વડાશ્રીઓને કડક સૂચના*

*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં અપાઈ સૂચના*


રાજકોટ ખાતે TRP ગેમઝોનમાં બનેલી આગ દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં રાજ્યના પોલીસ મહાનિદેશક શ્રી વિકાસ સહાય સહિત ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ અને ગૃહ વિભાગના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઇ હતી. 

આ પ્રકારની દુર્ઘટનાનું ભવિષ્યમાં ક્યારેય પુનરાવર્તન ન થાય તેની તકેદારીના ભાગરૂપે રાજ્યભરમાં આ પ્રકારની જગ્યાઓ પર ખાસ ચેકીંગ કરવા સહિત અસરકારક કડક પગલાં સૂચનાઓ આપવામાં આવી છે.

 

રાજ્યના તમામ પોલીસ કમિશનરશ્રી તથા તમામ જીલ્લા પોલીસ વડાશ્રીઓને ગેરકાયદેસર ચાલતા ગેમ ઝોનમાં ચેકીંગ કરવા સૂચના આપવામાં આવી છે. એટલું જ નહિ, જે ગેમ ઝોનનું ફાયર NOC ન હોય તથા લાયસન્સ મેળવેલ ન હોય તેમજ નિયમોનુસારની કાર્યવાહી કરેલ ન હોય તેના માલિકો વિરૂધ્ધમાં એફ.આઇ.આર. દાખલ કરવા આદેશ આપવામાં આવ્યા છે.

….

Najar News
Author: Najar News

Leave a Reply

Advertisement
Live Cricket Score