ખેડબ્રહ્મા તાલુકા આરોગ્ય કચેરી દ્વારા રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન પ્રોગ્રામ અંતર્ગત આશા અને આશા ફેસીલેટરની તાલીમ અને મીટીંગ યોજાઇ
ખેડબ્રહ્મા :આજ રોજ ડૉ.રાજ સુતરીયા જીલ્લા આરોગ્ય અધીકારી અને ડૉ.ફાલ્ગુનીબેન પરમાર -જીલ્લા ક્ષય અધિકારીના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય ક્ષય નિર્મુલન પ્રોગ્રામ અંતર્ગત તાલુકા આરોગ્ય કચેરી ખેડબ્રહ્મા દ્વારા નગરપાલીકા ખેડબ્રહ્મા ખાતે આશા અને આશા ફેસીલેટરની તાલીમ કરવામાં આવી જેમાં માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના વિજન 2025માં ટી.બી મુક્ત કરવાના ધ્યેયને પુર્ણ કરવા માટે શપથ લેવડાવી, જેમાં તાલીમનું ઉદગાટન અને મુખ્ય અતિથી તરીકે કુમારી અનસુયાબેન ગામેતી-ચેરમેન – જીલ્લા આરોગ્ય સમીતી સાબરકાંઠા ઉપસ્થીત રહ્યા અને માર્ગદર્શન પુરુ પાડયું.
ડૉ.કે.એમ.ડાભી-તાલુકા આરોગ્ય અધિકારી ,જીલ્લા ક્ષય કેન્દ્ર હીંમતનગરથી ડૉ.મહેન્દ્રભાઈ પટેલ – મેડીકલ ઓફીસર,મુકેશભાઈ પટેલ – ડૉટ્સ પ્લસ સુપરવાઈઝર અને ખેડબ્રહ્મા તાલુકા ખાતેથી નરેન્દ્ર કુલકર્ણી -સીનીયર ટ્રીટમેન્ટ સુપરવાઈઝર, જી.એચ.પાટીલ – તાલુકા આરોગ્ય નિરીક્ષક, આર.જે.જાની, – તાલુકા હેલ્થ વિજીટર દ્વારા માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું.