લો બોલો .ગુરુજી પણ લાંચ.લેતા ઝડપાયા🤫 આશ્રમશાળા ના આચાર્ય 8000 ની લાંચ લેતા ઝડપાયા

 


એ.સી.બી. સફળ ટ્રેપ કેસ:

ફરીયાદી :- એક જાગૃત નાગરીક.ફરીયાદ ના આધારે

 

આરોપી :- રાજેશકુમાર શંકરલાલ ભટ્ટ (વર્ગ-૩) નોકરી, આચાર્ય ફુલવાડી આશ્રમ શાળા તા.ગરુડેશ્વર જી.નર્મદા રહે. રૂમ નંબર AM/૬૦ રોયલ સનસીટી વડીયા તા.નાંદોદ જી.નર્મદા મુળ રહે.ઓરી ગામ દેસાઇ પોળ તા.નાંદોઠ જી.નર્મદા

 

લાંચની માંગણીની રકમ :- રૂ।.૧૨,૦૦૦/-

 

લાંચની સ્વીકારેલી રકમ :- રૂ।.૮.૦૦૦/-

 

આરોપી પાસેથી લાંચની રીકવર કરેલ રકમ :- – રૂ.૮,૦૦૦/-

 

ફરીયાદી પાસેથી રીકવર કરેલ રકમ :- રૂ.૪,૦૦૦/-

 

ગુનાની તારીખ :- તા.૦૮/૧૧/૨૦૨૪

 

ટ્રેપનું સ્થળ :- વડોદરાથી પોઇચા જવાના રોડ ઉપર આવેલ નીલકંઠ રેસ્ટોરેન્ટ એન્ડ ગેસ્ટ હાઉસના રીસેપ્સન પાસેની ઘુમટીમાં

 

ટુંક વિગત :- તે એવી રીતે આ કામના ફરીયાદીશ્રી ઘાંટોલી આશ્રમ શાળા જી.નર્મદા ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવે છે.અને તેઓનું સને ૨૦૧૯ થી ઉચ્ચતર પગાર મળવા પાત્ર હોય જે ઉચ્ચતર પગાર અને એરીયર્સ મંજુર થયેલ ન હોય જે હાલમાં ઉચ્ચતર પગાર સુધારો તથા એરીયર્સ મંજુર થઇ જમાં થતા આ કામના આરોપી જેઓ આચાર્ય ફુલવાડી આશ્રમ શાળા જી.નર્મદા તથા ભરૂચ-નર્મદા આશ્રમ શાળા કર્મચારી સંઘના પ્રમુખ હોય તેઓએ ફરીયાદી નાઓને જણાવેલ કે તમારા ઉચ્ચતર પગાર તથા એરીયર્સ મંજુર થઇ બેન્કમાં જમાં થઇ ગયેલ છે.જેથી તમારે મને મારા રૂ. ૮૦૦૦/- તથા ૪૦૦૦/- અધિકારીશ્રીના આપવાના એમ રૂ.૧૨૦૦૦/- ની લાંચની માંગણી કરતા ફરીયાદીશ્રી લાંચની રકમ આપવા માંગતા ન હોય જેથી ફરીયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરતા ફરીયાદની ફરીયાદ આધારે આજરોજ લાંચનું છટકું ગોઠવતાં આરોપીએ ફરીયાદી સાથે રૂબરૂમાં હેતુલક્ષી વાતચીત કરી, લાંચ પેટે રૂા.૮,૦૦૦/- સ્વિકારી, સ્થળ ઉપર પકડાઇ જઇ ગુન્હો કર્યા વિગેરે

Najar News
Author: Najar News

Leave a Reply

Advertisement
Live Cricket Score