વડાલી કડવા પાટીદાર સમાજની વાર્ષિક સામાન્ય સભા અને IPS અનિકેત પટેલનો સન્માન કરાયુ

*વડાલી કડવા પાટીદાર સમાજની વાર્ષિક સામાન્ય સભા અને IPS અનિકેત પટેલનો સન્માન સમારંભ યોજાયેલ.*

જેતપુર પાસે આવેલ કડવા પાટીદાર સમાજ વાડીમાં યુવાન સમાજ પ્રમુખ શ્રી ભરતભાઈ જયંતીભાઈ પાટીદારની અધ્યક્ષતામાં સમાજની વાર્ષિક સામાન્ય સભા યોજાઇ હતી.

 

 

સમાજ ના મંત્રી શ્રી શામળભાઈ પટેલે વાર્ષિક લેખાજોખા રજૂ કર્યા હતા. તાજેતરમાં લેવાયેલ UPSC પરીક્ષામાં સમગ્ર ભારતમાં 183 નંબરે ઉત્તીર્ણ થઈ અને IPS બનેલ અનિકેત કમલેશભાઈ પટેલનું ડીજેના તાલે આવકારી સમગ્ર સમાજે બહુમાન કર્યું હતું. અને જુદા જુદા સંગઠનો દ્વારા સોલ મોમેન્ટો આપીને અનિકેત નું સન્માન કરવામાં આવેલ. આ પ્રસંગે સહમંત્રી શ્રી બાબુભાઈ પટેલ, ડોક્ટર ગણેશભાઈ પટેલ, જ્યોતિ હાઇસ્કુલ ખેડબ્રહ્માના આચાર્યશ્રી સુરેશભાઈ પટેલ, અમીચંદ મોટાભાઈ, કાંતિભાઈ જેતપુર કંપા, કનુભાઈ વાસણા, એસપી યુનિવર્સિટી ઇતિહાસ વિભાગના વડા પ્રોફેસર વસંતભાઈ પટેલ,IPS અનિકેતના મમ્મી, પપ્પા શ્રી કમલેશભાઈ પટેલ, જનકભાઈ થુરાવાસ, અમદાવાદથી આચાર્યશ્રી ગૌતમભાઈ પ્રજાપતિ, રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના મહેશભાઈ ભટ્ટ અને ગૌતમભાઈ ભટ્ટ, આચાર્યશ્રી ડોક્ટર હસમુખ પટેલ ઉપસ્થિત રહ્યા હતા… જ્યોતિ હાઈસ્કૂલના આચાર્ય સુરેશ ભાઈ પટેલે દીકરા અનિકેત ને આશીર્વાદ આપ્યા હતા.. *સન્માનના પ્રત્યુતરમાં અનિકેતે જણાવેલ કે સમાજ કે સમાજ સિવાયના કોઈપણ દીકરા દીકરીને UPSCની પરીક્ષા આપવા માટે માર્ગદર્શન જોઈતું હશે તે મારા દ્વારા ગમે ત્યારે આપવામાં આવશે.* કાર્યક્રમના અંતે APMC વડાલીના ચેરમેન વિજયભાઈ પટેલે પ્રમુખ તરીકે ભરતભાઈ પટેલ અને તેની આખી ટીમને આગામી વર્ષ માટે ચાલુ રાખવાની જાહેરાત કરેલ. કાર્યક્રમનું સુંદર સંચાલન રાકેશભાઈ પટેલ વાસણા અને ડોક્ટર હસમુખ પટેલ દ્વારા કરવામાં આવેલ.

Najar News
Author: Najar News

Leave a Reply

Advertisement
Live Cricket Score