વડાલી પોલીસે સરકારના પરિપત્ર વિરુદ્ધ ફરિયાદમાં અટક દર્શાવી
વડાલી પોલીસ સ્ટેશનના કર્મચારીઓ ધ્વારા ગુજરાત સરકારના પરિપત્રને ઘોળીને પી ગયા હોય તેમ ફરિયાદમાં ઠાકરડા જાતિ દર્શાવી
વડાલી તાલુકાના દાંત્રોલી
ગામે પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે ગામના ઠાકોર પ્રતાપજી તલાજી પોતાના ઘરે દેશી દારૂનો ધધો કરે છે જે આધારે પોલીસે તેમના ઘરે તપાસ કરી 3 લીટર દેશી દારૂ કિંમત રૂ 600 નો પકડી પાડ્યો હતો અને પ્રતપાજી વિરુદ્ધ વડાલી પોલીસ સ્ટેશનમાં આનન ફાનનમાં ફરિયાદ તો નોધી પણ ગુજરાત સરકારના સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગે તાજેતરમાં પરિપત્ર કર્યો હતો જેમાં તમામ સરકારી દફતરમાં ઠાકરડા શબ્દના બદલે ઠાકોર શબ્દનો ઉપયોગ ફરજિયાત બનાવવામાં આવ્યો છે. આ આદેશના અનુસંધાનમાં, રાજ્યના તમામ સરકારી રેકોર્ડમાં જ્યાં જ્યાં ઠાકરડા શબ્દનો ઉલ્લેખ થયો છે, તેવા તમામ સ્થળે ઠાકોર શબ્દનો પ્રયોગ કરવાનો રહેશે તેમ છતાં પોલીસે આરોપી વિરુદ્ધ ઠાકરડા ઠાકરડા જાતિ દર્શાવી હતી