વડીલોના વૃંદાવન, ધામડી દ્વારા સૌ વડીલો માટે ધાર્મિક પ્રવાસનું આયોજન.કરાયુ
બે વર્ષ પહેલા વડીલોના સ્વર્ગસ્થ જયંતીભાઈ પાટીદારનું સ્વપ્ન વડીલોનું વૃંદાવન કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ.. જે અંતર્ગત સંત દોલતરામ આશ્રમ, ધામડી દ્વારા સૌ વડીલોને એક દિવસ માટે તીર્થધામ પ્રેરણાપીઠ પીરાણા અને જગત જનનીમાં ઉમિયા, ઊંઝા ધાર્મિક પ્રવાસ નું આયોજન કરવામાં આવ્યું. જેના માટે 10 બસોમાં 65 વર્ષથી ઉપરના 530 જેટલા વડીલોને લઈ જવામાં આવ્યા. સવારના સાત વાગ્યે સૌ વડીલોને નાસ્તો ચા પાણી કરાવી અને પ્રસ્થાન કરાવવામાં આવેલ. સંત દોલતરામજી આશ્રમના પ્રમુખ શ્રી ભરતભાઈ જે. પાટીદાર, સંત શ્રી ધુળારામ મહારાજ, મુક સેવક એવા લક્ષ્મણસિંહજી બાપુ, શ્રી મહેન્દ્રસિંહ રહેવર, સમસ્ત કારોબારી સભ્યો તથા દામાવાસ કંપા નિવાસી અને ચાર તાલુકા મંત્રીશ્રી દિનેશભાઈ પટેલ જોડાયા હતા. જ્યોતિ હાઇસ્કુલ, ખેડબ્રહ્માના આચાર્ય સુરેશભાઈ પટેલ બધી બસોને પ્રસ્થાન કરાવવા માટે ઉપસ્થિત રહ્યા હતા.