નવસારી
નવસારી જિલ્લામાં મોડી રાત્રે પડ્યો ધોધમાર વરસાદ
નવસારી શહેરમાં સવારે છ વાગ્યા સુધી માં નોંધાયો સરેરાશ 6 ઇંચ વરસાદ
જલાલપોર અને ગણદેવી તાલુકામાં નોંધાયો ચાર ઇંચ વરસાદ.
ચીખલી અને વાસદા તાલુકામાં પણ બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો
મોડી રાત્રે પડેલા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
નવસારી શહેરમાં આવેલા દશેરા ટેકરી, નવો મોહલ્લો, આદર્શ નગર, સહિતના નિચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા.
નવસારી શહેરમાંથી પસાર થતી પૂર્ણા નદીની સપાટીમાં પણ થયું વધારો
પૂર્ણા નદીની સપાટી હાલ 21 ફુટ પર પહોંચી.
નવસારી જિલ્લા સહિત ઉપરવાસમાં વરસાદના કારણે નીચાણ વાળા વિસ્તારોમાં પાલિકાએ એલર્ટ જાહેર કર્યું
Author: Najar News
Post Views: 50