વાહરે કળિયુગ સગો બાપ જ પોતાના બાળકને 1.50 લાખ વેચાણ આપવા જતાં પકડાયો 

વાહરે કળિયુગ સગો બાપ જ પોતાના બાળકને 1.50 લાખ વેચાણ આપવા જતાં પકડાયો 

બાળક વેચાણ આપવા જતાં જ પોલીસે 3 આરોપીઓને પકડ્યા 3 ફરાર થઈ ગયા 

 

૧૧ માસના બાળક ને માતા ને સુપરત કરાયો હતો

 

ખેડબ્રહ્મા તાલુકાના ખેડવા ગામના પિતાએ પોતાનું 11 માસનું બાળક સિદ્ધપુર તાલુકાના ઇસમને 1.50 લાખમાં વેચાણ આપવાનું નક્કી કર્યું હતું જે વેચાણ આપવા જતાં પોલીસ પહોચી જતાં પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી કરી 3 આરોપીઓને પકડી પાડ્યા હતા જ્યારે 3 ઇસમો ભાગી ગયા હતા 

 ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનથી મળતી વિગતો મુજબ ખેડબ્રહ્મા પોલીસ સ્ટાફને બાતમી મળી હતી કે બપોરના સમયે કેટલાક ઇસમો શ્યામનગર ચાર રસ્તા મુકામે બાળક તસ્કરીની ડીલ કરનાર છે તેવી હકીકત આધારે ખેડબ્રહ્મા પી.એસ. આઈ. કે.વી. વહોનયા સ્ટાફના વાસુભાઇ, રાજેશકુમાર, દીલીપભાઈનાઓને શ્યામનગર ચાર રસ્તા ખાતે છુટા છવાયા ગોઠવાઈ ગયેલ તે વખતે રોડથી નીચે ખેતરોમાં ચાર પુરૂષ ઉભેલ હતા જેઓને પોલીસની હીલચાલ જણાઇ આવતાં આ તમામ ઇસમો પોતાની પાસેની બે મોટર સાયકલો લઇ બાળક સાથે વડાલી તરફ ભાગેલા જેથી તેઓનો પીછો કરતાં ધરોઈ રોડ તરફ ભાગેલા વડાલી પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે જાણ કરેલી આ તમામ ઇસમોને બાબસર ગામ નજીક કોર્ડન કરી પકડવા જતા ચાર ઇસમો પૈકી ત્રણ ઇસમો બે મોટર સાયકલો ઉપર ભાગી ગયેલ અને એક ઇસમ કાશ્મીર બધાભાઇ ગમાર ઉ.વ.૨૫ રહે. ખેડવા, ડેગરફળી તા.ખેડબ્રહ્માને પકડી પાડ્યો હતો તેમજ ભાગી ગયેલ ઇસમો તેમજ બાળક સંબધે પુછતાં તેને જણાવેલ કે બાળક પોતાનો દીકરો 11 માસનાને જયંતીભાઈ લુકાભાઈ ગમાર રહે.મામેર (રાજસ્થાન) ધ્વારા દલપતભાઈ ધુળાભાઈ રાવળ રહે.ચાટાવાડા તા.સીધ્ધપુર જી.પાટણને કે જે આગળ ઉભો હોય તેને આપવા સારૂ ગયેલ છે અને તેની સાથે ભીખાભાઈ ઉર્ફે વીક્રમ રહે.જાડીસીંબલ તા.ખેડબ્રહ્મા તથા મનોજભાઈ ગમાર રહે.બોડીયાનાતળાવ તા.ખેડબ્રહ્માનાઑ ગયેલ છે તેવું જણાવતા આગળ જતાં દલપતભાઈ ધુળાભાઈ રાવળ બાળક સાથે મળી આવેલ તથા તેની સાથે દીપકભાઈ રમેશભાઈ ગમાર રહે.મોવતપુરા તા. પોશીનાનો પકડાઈ ગયેલ હતા તથા ભાગી ગયેલ ઇસમો વિષે પૂછતા જયંતીભાઈ લુકાભાઈ ગમાર રહે.મામેર (રાજસ્થાન) અને ભીખાભાઈ ઉર્ફે વીક્રમ રહે.જાડીસીંબલ તા.ખેડબ્રહ્મા, મનોજભાઇ ગમાર રહે.બોડીયાનાતળાવ હોવાનું જણાવેલ અને પકડાયેલ ઇસમોની પુછ-પરછ કરતાં કાશ્મીર બધાભાઈ ગમારનાએ પોતાનો અગીયાર માસનો દીકરો રૂપીયા-૧,૫૦,૦૦૦/- માં જયંતીભાઈ લુકાભાઈ ગમાર મારફતે દલપતભાઈ ધુળાભાઈ રાવળને વેચાણ આપવા હોવાનું નક્કી કરેલ હોઇ જે મુજબ આજરોજ તમામ માણસો અત્રે ભેગા થયેલ હતા અને 11 માસનો દીકરો દલપતભાઈ ધુળાભાઈ રાવળને વેચાણ આપેલ હતો. અને પૈસાની લેવડ-દેવડની વાતચીત ચાલતી હતી તે દરમ્યાન પોલીસે સ્થળ ઉપર પકડી પાડેલ 

 

જેથી પોલીસે કાશ્મીર બધાભાઈ ગમારએ પોતાના અગીયાર માસના દીકરાને ગેરકાયદેસર રીતે રૂપીયા૧,૫૦,૦૦૦/- માં દલાલ જયંતીભાઈ લુકાભાઇ ગમાર મારફતે દલપતભાઇ ધુળાભાઇ રાવળને વેચાણ આપી તેમણે વેચાણ રાખતા તેમજ ભીખાભાઈ ઉર્ફે વીક્રમ મનોજભાઈ ગમાર દીપકભાઈ રમેશભાઈ ગમારે આ સોદામાં મદગારી કરી પુર્વ આયોજીત કાવતરૂ રચી કોઇપણ હેતુસર 11 માસના બાળકને ગેરકાયદેસર રીતે વેચાણ કરી બાળકની તસ્કરી કરેલ હોય પકડાયેલ તેમજ નાસી ગયેલ ઇસમો વિરુદ્ધ 

 

ભારતીય ન્યાય સહીતા-૨૦૨૩ ની કલમ- ૧૪૩(૪),૬૧(૨), ૫૪ મુજબ ફરીયાદ નોધી તાપસ હાથ ધરી હતી

 

Najar News
Author: Najar News

Leave a Reply

Advertisement
Live Cricket Score