વિશ્વકર્મા ધામમાં સુથાર સમાજનો પાંચમો સમૂહ યજ્ઞોપવિત સમારોહ યોજાયો
યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કરેલ બટુકો
વડાલી સત્તાવીસ સુથાર સમાજ પ્રેરિત ખેડબ્રહ્મા સુથાર યુવા ગ્રુપ ઘ્વારા આયોજિત પાંચમો સમૂહ યજ્ઞોપવિત અને બધા સમારોહ શ્યામનાગરના વિશ્વકર્મા ધામ ખાતે યોજાયો હતો આ સમારંભમાં સમાજના 23 બટુકોને યજ્ઞોપવિત સંસ્કાર અને 7 બટુકોને ચૌલક્રિયા સંસ્કાર આપવામાં આવ્યા હતા
યજ્ઞોપવિત સંસ્કાર મેળવતા બટુકો
સાંજના સમયે બટુકોને કાશીયાત્રા કરવામાં આવી હતી બટુકોને દાતાઓ તથા યુવા ગૃપ ઘ્વારા ગિફ્ટ વિતરણ કરવામાં આવ્યું હતું
બટુકોને દાતાઓ તથા યુવા ગ્રુપ ઘ્વારા ગિફ્ટ આપવામાં આવી
આ પ્રસગે દાતાશ્રીનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું યજ્ઞોપવિત સંસ્કાર શાસ્ત્રી વિપુલભાઈ ચોવેએ સંપન્ન કરવી હતી જેમાં સમાજના અબાલ વૃદ્ધ સૌ ઉપસ્થિત રહ્યા હતા સમાજના પ્રમુખ પરસોત્તમદાસ નાથાલાલ સુથાર, મંત્રી અમૃતલાલ ભોગીલાલ સુથાર, શંકરલાલ સુથાર, મણીભાઈ સુથાર, મહેન્દ્રભાઈ સુથાર ઉપસ્થિત રહી બટુકોને આશીર્વાદ આપ્યા હતા
સુથાર યુવા ગ્રુપના પ્રમુખ પ્રકાશભાઈ સુથાર, ઉપપ્રમુખ યોગેશભાઈ સુથાર, મંત્રી જયંતીભાઈ સુથાર, સહમંત્રી જતીન સુથાર, ખજાનચી નિરવભાઈ સુથાર સહિત ગ્રુપના તમામ ભ્યોએ જહેમત ઉઠાવી સમારોહ ને સફળ બનાવ્યો હતો