વિશ્વાસઘાત તેમજ છેતરપિંડીના ગુન્હામા છેલ્લા એક વર્ષથી નાસતા-ફરતા આરોપીને આંતરરાજ્ય ચેકપોસ્ટ નજીકથી સંયુક્ત કાર્યવાહી કરી પકડી પાડ્યો

રાજસ્થાનના બીંછીવાડા પો.સ્ટે.ના વિશ્વાસઘાત તેમજ છેતરપિંડીના ગુન્હામા છેલ્લા એક વર્ષથી નાસતા-ફરતા આરોપીને આંતરરાજ્ય ચેકપોસ્ટ નજીકથી સંયુક્ત કાર્યવાહી કરી પકડી પાડતી ખેડબ્રહ્મા પોલીસ

નાયબ પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષકશ્રી,સાબરકાંઠા વિજય પટેલ સાહેબ નાઓની સુચનાથી લોકસભા ચુંટણી અનુસંધાને નાસતા ફરતા આરોપીઓ પકડવા સારૂ સુચના કરેલ હોઈ જે સુચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષકશ્રી સ્મિત ગોહીલ સાહેબ ,ઈડર વિભાગ ઇડર તથા તથા શ્રી ડી.એન.સાધુ સી.પી.આઈ. સા.શ્રી ખેડબ્રહ્મા નાઓના સીધા માર્ગદર્શન હેઠળ અમો એ.વી.જોષી પો.સબ ઇન્સ. ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન આ દિશામા સતત કાર્યશીલ હતા

 

જે દરમ્યાન આજરોજ અમો એ.વી.જોષી પો.સબ ઇન્સ. ટીમના માણસો સાથે પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન અમોને ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે રાજસ્થાનના ડુંગરપુર જીલ્લાના બીંછીવાડા પો.સ્ટે ફસ્ટ ગુ.ર.નં-૩૩૩/૨૦૨૩ ઈ.પી.કો કલમ ૪૨૦,૪૦૬,૩૮૨,૧૨૦ બી મુજબ ના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતો-ફરતો આરોપી દિનેશભાઈ ઉર્ફે ચંદુ કાળુભાઈ ખોખરીયા રહે.બોરડી (હરાવા ફળો) તા.ખેડબ્રહ્મા જી.સાબરકાંઠાવાળો પકડવાનો બાકી હોય અને જે મહાદ તરફથી ખેડબ્રહ્મા તરફ આવે છે અને જેણે શરીર ભુખરા કલરની અડધી બાયની ટી-શર્ટ તથા ક્રીમ કલરનુ પેન્ટ પહેરેલ છે જે બાતમી હકીકત આધારે અમો તથા ટીમના માણસો તેમજ અંકિત સામરીયા SHO પાનરવા પો.સ્ટે. (રાજસ્થાન) તથા કર્મચારીઓની સયુંકત ટીમ પઢારા ચેકપોસ્ટ નજીક રોડ ઉપર વોચમા હતા તે દરમ્યાન ઉપરોક્ત વર્ણનવાળો ઇસમ મળી આવતા જેને પકડી નામઠામ પુછતા તેણે પોતાનું નામ દિનેશભાઈ ઉર્ફે ચંદુ કાળુભાઈ ખોખરીયા રહે.બોરડી (હરાવા ફળો) તા.ખેડબ્રહ્માનો હોવાનુ જણાવતો હોય અને તેને પુછપરછ કરતાં ઉપરોકત ગુન્હામાં સામેલ હોવાની કબુલાત કરતો હોય તેમજ આઇ.સી.જી.એસ. પોર્ટલમા તપાસ કરતા ઉપરોક્ત ગુન્હામા સંડોવાયેલ હોવાનુ જણાઈ આવતા તેને પઢારા ચેકપોસ્ટ નજીક રોડ ઉપરથી સી.આર.પી. સી.કલમ ૪૧(૧)(આઈ) મુજબ આજરોજ ક.૧૮/૦૦ વાગે પકડી અટક કરી બીંછીવાડા પો.સ્ટે. આગળની કાર્યવાહી કરવા જાણ કરવામા આવેલ છે

Najar News
Author: Najar News

Leave a Reply

Advertisement
Live Cricket Score