વેપારી ઓ રસ્તાની માગણીને લઈ વેપારીઓ સેવા સદન ખાતે નાયબ કલેકટરને રસ્તો બનાવવા આવી તેવી રજૂઆત કરાઈ

રસ્તાની માગણીને લઈ વેપારીઓ સેવા સદન ખાતે નાયબ કલેકટરને રસ્તો બનાવવા આવી તેવી રજૂઆત કરાઈ

 આ રજૂઆત વેપારીઓની દુકાનો જુના વડાલીથી ખેડબ્રહ્માના સ્ટેટ હાઈવે પર આવેલી છે.

આ રસ્તો નદીબાજુ જતા રામદત્ત માર્ગથી તાલુકા સેવા સદન આગળ થઈને નવા સ્ટેટ હાઈવેને મળતો રસ્તો છે.આ રસ્તો શ્રી સરકાર ની જમીનના સર્વે નં.૬૬૦૨ માં આવેલ છે.આ રસ્તો નવા સ્ટેટ હાઈવેના સમાંતર આવેલ છે.

  આ રસ્તો વર્ષોથી બિસ્માર હાલતમાં છે. ખેડબ્રહ્મા શહેરના ઉપરવાસ વિસ્તારોનું વરસાદનું પાણી આ રસ્તા ઉપરથી વધુ પ્રમાણમાં વહી નદીમાં જવાના કારણે આ રસ્તો એકદમ ધોવાઇ ગયેલો અને ઉબડ ખાબડ હાલતમાં થઇ ગયેલ છે.જેના કારણે ગઈ સાલ આ રસ્તા ઉપર થઈને જતા એક મજુર લારીમાં લોખંડની ભારીઓ લઈને નીકળેલ અને લારી પલટી ખાવાને કારણે લારીમાંનું લોખંડ મજુરના પગ ઉપર પડતા ફ્રેકચર થયેલ અને સારવાર દરમ્યાન મજુરનું મોત થયેલ.આ રોડ ઉપર ડૉ દક્ષાબેન પટેલની દ્રુપદ હોસ્પિટલ અને ડૉ વસંતભાઈ પટેલનું દવાખાનું આવેલ છે.રસ્તો ખરાબ હોવાના કારણે હોસ્પીટલમાં આવતા દર્દીઓને પણ ખુબજ મુશ્કેલીઓ પડે છે.અમારી દુકાનોની પાછળ દેવીનગર રહેણાંક વિસ્તાર આવેલ છે જેના રહીશોને પણ આ રસ્તો બિસ્માર હોવાના કારણે ખુબજ મુશ્કેલીઓ પડે છે.

વર્ષો પહેલાં આ રસ્તાનું નવીનીકરણ કરવા તેના ઉપરના દબાણો હટાવાયેલા, પરંતુ નવીન

 

રસ્તો બનાવાયેલ નહિ..આ રસ્તો વર્ષોથી બિસ્માર હાલતમાં છે અને રસ્તો નવીન બનાવવા રાજ્ય સભાના સાંસદ શ્રીમતી રમીલાબેન બારાએ સને-૨૦૨૩ માં મહે.કલેકટર શ્રીને લેખિતમાં રજૂઆત કરેલ અને વેપારીઓ એ પણ વખતોવખત નગરપાલિકા, ખેડબ્રહ્મા મુકામે લેખિત તથા મૌખિક રજુઆતો કરવા છતાં નગરપાલિકા કે પી.ડબલ્યુ.ડી.દ્વારા આ રસ્તાનું નવીનીકરણ થતું નથી, જેના કારણે વેપારી ઓ ને ખુબજ હાલાકીઓનો સામનો કરવો પડે છે.

 

આ રસ્તાનું નવીનીકરણ થાય તો ગામડામાંથી તાલુકા સેવા સદનમાં કામ અર્થે જતા લોકોને અને ખેડબ્રહ્માના લોકોને ખુબ અનુકુળતા રહે અને ભાદરવી પૂનમે અંબાજી જતા પગપાળા સંઘ પણ આ રસ્તે થઈને જાય તો હાલના હાઈવે ઉપર થતી ટ્રાફિક સમસ્યા ઓછી થઇ જાય અને હાલના હાઈવે ના સમાંતર રસ્તો હોઈ તેનો ઉપયોગ સર્વિસ રોડ જેવો થાય,જેના કારણે અકસ્માતો ના થાય.

 

આ અમારી નવીન રસ્તાની માંગણી ખુબ જૂની છે.હાલમાં ચોમાસાની સીઝન ચાલતી હોઈ આ રસ્તા ઉપર વાહન ચલાવવું અને ચાલવું ખુબજ દુષ્કર બનેલ હોઈ અને તેના કારણે ખુબજ તકલીફો પડે છે અને અમારા ધંધાને માઠી અસર પડે છે. અમો નિયમિત વેરા ભરતા હોવા છતાં અમોને આજદીન સુધી રસ્તાથી વંચિત રાખેલ છે.

તેવી રજૂઆત વેપારીઓ એ નાયબ કલેક્ટર ને કરી

નાયબ કલેક્ટર એ ૧૫દિવસ મા નિકાલ લાવવા ની ખાત્રી આપી

Najar News
Author: Najar News

Leave a Reply

Advertisement
Live Cricket Score