શહેર મા આવેલ કોમ્પ્લેક્સ અને સરકારી કચેરીઓ તેમજ ખાનગી શાળા મા ફાયર સુવિધાઓ વિહોણા…..?
રાજકોટ ખાતે 25 મેના રોજ બનેલી ઘટના ને લઈ ગુજરાત રાજ્ય સરકાર હાલમાં તકેદારીના પગલાં ભરી રહી છે ઠેર ઠેર તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તપાસ મા ઉતરેલ અધિકારીઓ
પરંતુ દિવાતળે અંધારું હોય તેવા દ્રશ્યો ખેડબ્રહ્મા શહેરમાં જોવા મળી રહ્યા છે
તાલુકામાં અમુક શાળાઓમાં ફાયર સેફ્ટીના સાધનોની પણ અછત જોવા મળી રહી છે તો ક્યાંય મોટી ખાનગી હોસ્પિટલમાં ફાયરની સુવિધા લગાવવામાં જ આવી નથી
ખેડબ્રહ્મા નગર પાલીકા દ્વારા શહેરમાં ઠેર ઠેર કોમ્પ્લેક્સ બનાવવા અંગેની મંજૂરી આપવામાં આવી છે નવા કોન્ટેક્ટ ની અંદર પરમિશન બાદ ફાયર સુવિધા તેમજ પાર્કિંગ સુવિધા નો અભાવ જોવા મળી રહ્યો છે. ત્યારે તેમજ સરકારી કચેરીઓમાં અમુક ખાનગી શાળાઓમાં પણ ફાયર સુવિધા નો અભાવ જોવા મળી રહ્યો છે. તાલુકામાં આવેલા કોમ્પલેક્ષ અંદર પણ ફાયર ની સુવિધા વિહોણા જોવા મળી રહ્યા છે વહીવટી તંત્ર દ્વારા ખેડબ્રહ્મા શહેર તેમજ તાલુકામાં જિલ્લા કેટલા લાંબા સમયથી ફાયર સેફ્ટી સાધનો વગર ચાલતા કોમ્પલેક્ષની માત્ર કાગળ પર તપાસ થતી હોય તેવા દ્રશ્યો ખેડબ્રહ્મા શહેરમાં જોવા મળી રહ્યા છે.