શેઠ કેટી હાઈસ્કૂલમાં વાર્ષિકોત્સક ઉજવાયો
ખેડબ્રહ્મા કેળવણી મંડળ સંચાલિત શેઠ કે.ટી. હાઈસ્કૂલની અંગ્રેજી માધ્યમ પટેલ સ્મિતાબેન સુમાનભાઈમાં સંસ્થાના પ્રમુખ અશ્વિનભાઈ જોશીના અધ્યક્ષ સ્થાને વાર્ષિકોત્સક ઉજવાવમાં આવ્યો હતો જેમા શાળાના કે.જી. થી ધોરણ 10 સુધીના બાળકોએ વિવિધ કાર્યક્રમો રજૂ કર્યા હતા.
આ કાર્યકમાં ગત વર્ષે દરેક ધોરણમાં પ્રથમ 3 વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા આ પ્રસંગે શાળાના ટ્રસ્ટીઓ કનુભાઈ પટેલ, કીર્તિભાઈ જોશી, રામભાઈ પટેલ, તથા મહેમાનમાં વિરલ વોરા, હિતેશ પટેલ, મેહુલ પટેલ અને કેમ્પસ ડાયરેક્ટર કપિલભાઈ ઉપાધ્યાય, આચાર્ય રણવીરસિંહ વાગેલા, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં વાલીઓ ઉલસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જયાબા સોનાગરાએ કર્યું હતું
Author: Najar News
Post Views: 56