શેઠ કે.ટી. હાઈસ્કૂલના શિક્ષકનો વય નિવૃત્તી સમારંભ યોજાયો
ખેડબ્રહ્મા શહેરની શેઠ કે.ટી.હાઈસ્કુલમાં અંગ્રેજી વિષયના મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવતા નરેશ આર ગાંધીનો વય મયાઁદાને લીધે નિવૃત્ત થતા તેમનો શુભેચ્છા અને નિવૃત્તી સમારંભ કાશીવિશ્વનાથ મંદિરમાં ડો. પરેશભાઈ મહેતાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
ટ્રસ્ટી મંડળ ઘ્વારા સન્માન કરવામાં આવ્યું
આચાર્ય તથા શિક્ષક મિત્રો ઘ્વારા સન્માન કરવામા આવ્યું
પ્રાથમિક વિભાગ ઘ્વારા સન્માન કરવામાં આવ્યું
અંગ્રેજી માધ્યમ ઘ્વારા સન્માન કરવામાં આવ્યું
આ વિદાય સમારંભમાં શેઠ કે.ટી.હાઈસ્કુલના પ્રમુખ અશ્વિનભાઈ જોશી અને સભ્યોએ શાલ અને શ્રીફળ આપી શુભેચ્છાઓ પાઠવી હતી શાળાના આચાર્ય વિભાષ રાવલ તથા શિક્ષકો ઘ્વારા મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યા હતા આ પ્રસગે ગાંધી પરિવારના સભ્યો તથા સગાસંબંધીઓએ દિઘાઁયુષ્ય સાથે નિવૃત્ત માં પ્રવૃત્ત રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
નિવૃત્તી સમારંભમાં કેળવણી મંડળના ઉપપ્રમુખ કનુભાઈ પટેલ શિક્ષણ બોર્ડના સભ્ય હસમુખ પટેલ, જ્યોતિ વિદ્યાલયના આચાર્ય સુરેશ પટેલ, કેમ્પસ ડાયરેક્ટર કપીલ ઉપાધ્યાય તથા કેળવણી મંડળના સભ્યો અને શિક્ષકો અને વિધાથીઁઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.