*શ્રી કલકી તીર્થધામ પ્રેરણાપીઠ પીરાણા મુકામે કર્મયોગી ચિંતન બેઠક યોજાઈ*
પાંચમી જાન્યુઆરીને રવિવારના રોજ તીર્થધામ પ્રેરણાપીઠ પીરાણાના જગતગુરુ કરસનદાસજી મહારાજ પ્રાર્થના હોલમાં શ્રી અબજીભાઈ ધોળુના પ્રમુખ પદે સવારે 8:00 થી સાંજના 5.00 સુધી કર્મયોગી ચિંતન બેઠક યોજાઈ જેમાં સમગ્ર ગુજરાત અને નાશિક, પુના, બેંગલોર,
કોલ્હાપુર,મુંબઈ કચ્છ અને રાજસ્થાનથી 562 જેટલા કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.. સ્વાગત અભિવાદન ટ્રસ્ટીશ્રી પ્રવીણભાઈ પટેલ દ્વારા તથા સંસ્થાકીય માળખું અને સુવિધાઓની સમજ ટ્રસ્ટીશ્રી પુરુષોત્તમભાઈ પટેલ દ્વારા આપવામાં આવેલ. ચિંતન બેઠક શા માટે..? તેની વિસ્તૃત સમજ યુવાન, કર્મઠ અને કર્મશીલ અને સમર્પિત ટ્રસ્ટીશ્રી હર્ષદ ભાઈ પટેલ દ્વારા નવ વિભાગની સમજ આપવામાં આવેલ. ચિંતન બેઠકમાં એડવોકેટ શ્રી એસ કે પટેલ, જ્યોતિ હાઈસ્કૂલ, ખેડબ્રહ્માના પ્રિન્સિપાલ સુરેશભાઈ પટેલ, ટ્રસ્ટી શ્રી પ્રફુલભાઈ પટેલ, પૂર્વ લાયબ્રેરીયન નરેશભાઈ પટેલ જોડાયા હતા. જગતગુરુ જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજે સંસ્થાને વિશ્વ ફલક લઈ જવા માટે આશીર્વાદ પ્રદાન કર્યા હતા. કાર્યક્રમ સંચાલન પ્રિન્સિપલ શાંતિભાઈ પટેલ દ્વારા અને આભાર વિધિ મોહનભાઈ પટેલે કરેલ.