*શ્રી જ્યોતિ વિદ્યાલય, ખેડબ્રહ્મામાં સ્વાતંત્ર પર્વની ઉજવણી.*
ખેડબ્રહ્મા શહેરની સંત શ્રી નથ્થુરામ બાપા શ્રી જ્યોતિ વિદ્યાલય ખાતે 78 માં સ્વાતંત્ર પર્વની ઉજવણી શ્રી જ્યોતિ વિદ્યાલય ખાતે લાઇબ્રેરીયન તરીકે ફરજ બજાવતા અને બે મહિના પછી નિવૃત થનાર શ્રી નરેશભાઈ પટેલના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ કેવી રીતે મળી અને આઝાદીના ફળ આપણે જે ભોગવી રહ્યા છે જેમાં અનેક નામિ અનામની ક્રાંતિકારી વીરોએ શહીદી વોહરી છે જે આજની યુવા પેઢી જાણે સમજે અને આપણને મળેલી મહામુલી આઝાદીને યુવા પેઢી સાચવે તેવું મનનીય પ્રવચન આપ્યું હતું.
આજના 78 માં સ્વાતંત્ર પર્વ નિમિત્તે KG થી ધોરણ 12 સુધીના શાળાના બાળકો, એસ.પી.સી ના દીકરા દીકરીઓ ઉપસ્થિત રહ્યા હતા.
શાળાના મંત્રી જેઠાભાઈ સાહેબ, આચાર્યશ્રી
સુરેશભાઈ એસ. પટેલ, પ્રાથમિક
આચાયૅ ધીરુભાઈ પૂર્વ પ્રાથમિક આચાર્ય અશ્વિનભાઈ જોશી તથા સમગ્ર સ્ટાફ ભાતીગળ વસ્ત્રો પરિધાન કરી હાજર રહ્યા હતા. દેશભક્તિના ગીતો બાદ સૌને પ્રસાદ આપવામાં આવેલ.