સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા મુકામે તક્ષશિલા શાળા વિકાસ સંકુલની નોડલ મીટીંગ યોજાઇ હતી જેમાં કુલ 64 આચાર્યશ્રીઓ હાજર રહ્યા

જ્યોતિ હાઈ સ્કૂલ ખેડબ્રહ્મા નોડલ મીટ યોજાઇ.

સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા મુકામે તક્ષશિલા શાળા વિકાસ સંકુલની નોડલ મીટીંગ યોજાઇ હતી જેમાં કુલ 64 આચાર્યશ્રીઓ હાજર રહ્યા હતા નવા સત્રથી નમો લક્ષ્મી અને નમો સરસ્વતી અંતર્ગત ધોરણ 9 થી ધોરણ 12 ની દીકરીઓને વર્ષે 10 હજાર રૂપિયા સરકારના શિક્ષણ વિભાગ તરફથી મળવાના છે અને ધોરણ 11 12 સાયન્સના તમામ બાળકોને આ લાભ મળશે. જે અંતર્ગત શિક્ષણ અધિકારી કચેરી ઓફિસમાંથી દિલીપભાઈ પટેલ અને શ્રી કે.સી દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી સુરેશ કુમાર એસ. પટેલે શાબ્દિક અભિવાદન કરી અને બંને અધિકારીઓનું સાલથી સન્માન કરેલ. આચાર્યશ્રીઓને મૂંઝવતા પ્રશ્નોનું સમાધાન કરવામાં આવેલ તથા આ કામગીરી સત્વરે પૂરી કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. સૌ આચાર્યશ્રીઓએ પણ બાળકોના હિતમાં ઝડપથી કામગીરી પૂરી કરવા સંપૂર્ણ સાથ અને સહકાર આપવાની ખાતરી આપી હતી.

આભાર દર્શન એસ.વી.એસ કન્વીનર શ્રી આચાર્ય વિભાસભાઈ રાવલ દ્વારા કરવામાં આવેલ… અલ્પાહાર લઈ અને મિટિંગની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

Najar News
Author: Najar News

Leave a Reply

Advertisement
Live Cricket Score