સાબરકાંઠા જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ માટે ચૂંટણી નોટિસ જાહેર

*સાબરકાંઠા જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ માટે ચૂંટણી નોટિસ જાહેર

સાબરકાંઠા જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ માટે ઉમેદવારી પત્રો ભરવાનો પ્રારંભ તારીખ ૧૨/૦૪/૨૦૨૪ થી થશે. તા.૧૨/૦૪/૨૦૨૪ ના રોજ ચૂંટણી અધિકારી, ૦૫-સાબરકાંઠા સંસદીય મતદાર વિભાગ અને કલેકટર સાબરકાંઠા દ્વારા આ લોકસભા મતદાર વિભાગ માટે ચૂંટણી નોટીસ જાહેર કરવામાં આવેલ છે. જે મુજબ,

(૧) ચૂંટણી અધિકારી,૫-સાબરકાંઠા સંસદીય મતદાર વિભાગ અને કલેકટર સાબરકાંઠા,ને કલેકટર કચેરી, કલેકટર ચેમ્બર, પ્રથમ માળ, “બી’- બ્લોક, બહુમાળી ભવન,હિંમતનગર અથવા મદદનીશ ચૂંટણી અધિકારી,૫-સાબરકાંઠા સંસદીય મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી હિંમતનગરને,પ્રાંત અધિકારીની ચેમ્બર, બીજો માળ,”એ’ બ્લોક,બહુમાળી ભવન,હિંમતનગર સમક્ષ તા.૧૨/૦૪/૨૦૨૪ થી તા.૧૯/૦૪/૨૦૨૪ સુધી (જાહેર રાજાના દિવસ સિવાય) સવારના ૧૧-૦૦ થી બપોરેના 3-00 વાગ્યા વચ્ચે ભરાયેલ ઉમેદવારી પત્ર રજુ કરી શકાશે તેમજ ઉમેદવારીપત્રો મેળવી શકાશે. જે માટે નિયમોનુસાર નોટીસ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.

(૨) ઉમેદવારી પત્રોની ચકાસણી તા.૨૦/૦૪/૨૦૨૪ના રોજ સવારના ૧૧-૦૦ વાગ્યાથી ચૂંટણી અધિકારી,૫-સાબરકાંઠા સંસદીય મતદાર વિભાગ અને કલેકટર સાબરકાંઠાની ચેમ્બર, કલેકટર કચેરી,પ્રથમ માળ,-બી- બ્લોક,બહુમાળી ભવન,હિંમતનગર ખાતે હાથ ધરવામાં આવશે. 

(3) તા.૨૨/૦૪/૨૦૨૪ ના બપોરેના 3-00 કલાક પહેલા ઉમેદવારી પરત ખેંચવાની નોટીસ રજુ કરી શકાશે.

(૪) મતદાન તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ સવારે ૭ કલાક થી સાંજના ૬ કલાક વચ્ચે થશે એમ ચૂંટણી અધિકારીશ્રી,૦૫-સાબરકાંઠા સંસદીય મતદાર વિભાગ અને કલેકટર સાબરકાંઠા,હિંમતનગરની એક અખબારી યાદીમાં જણાવાયુ છે. 

Najar News
Author: Najar News

Leave a Reply

Advertisement
Live Cricket Score