સાબરકાંઠા જિલ્લામાં ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનુ ૭૬.૧૧ ટકા પરીણામ જાહેર, એ૧ ગ્રેડમાં ૯ વિધાર્થીઓ પાસ થયા
શુભમ સુરેશકુમાર વૈષ્ણવ ધોરણ 12 સામાન્ય પ્રવાહ 87% ખૂબ ખૂબ અભિનંદન શેઠ કેટી હાઇસ્કૂલ ખેડબ્રહ્મા
સામાન્ય પ્રવાહનું પરીણામ ૯૨.૮૯ ટકા જાહેર થયું, જેમાં એ૧ ગ્રેડમાં ૪૫ વિધાર્થીઓ પાસ થયા
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરાયુ છે. જેમાં સાબરકાંઠા જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહમાં કુલ ૨૮૨૭ વિદ્યાર્થી પૈકી ૨૮૧૭ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે સામાન્ય પ્રવાહમાં ૯૬૯૬ વિધાર્થીઓ પૈકિ ૯૬૩૧ વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી.
સાબરકાંઠા જિલ્લામાં ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનુ ૭૬.૧૧ ટકા પરીણામ જાહેર થયું છે. જેમાં એ1 માં ૯, એ2 માં ૧૨૨, બી1માં ૩૫૪, બી2 માં ૫૧૫, સી1 માં ૫૯૮, સી2માં ૪૬૧, ડીમાં ૮૫ અને ઈ1માં ૦ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જિલ્લામાં ૨૧૪૪ વિદ્યાર્થી પ્રમાણપત્ર મેળવવાને પાત્ર બન્યા છે. ૬૮૩ વિધાર્થીઓ નાપાસ રહ્યા છે.
સાબરકાંઠા જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહમાં હિંમતનગર કેન્દ્રમાં ૭૫.૫૭, ઇડરમાં ૭૬.૧૭, તલોદમાં ૮૨.૩૦, વડાલીમાં ૭૩.૩૩, ખેડબ્રહ્મા સેન્ટરનું સૌથી ઓછુ પરીણામ ૫૯.૧૫ જ્યારે ઉમેદગઢ સેન્ટરનું સૌથી વધુ ૮૮.૪૨ ટકા પરીણામ જાહેર થયું છે.
સાબરકાંઠા જિલ્લામાં ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનુ ૯૨.૮૯ ટકા પરીણામ જાહેર થયું છે. જેમાં એ1 માં ૪૫, એ2 માં ૭૫૦, બી1માં ૨૦૯૩, બી2 માં ૨૮૦૫, સી1 માં ૨૨૮૧, સી2માં ૯૦૩, ડીમાં ૬૫ અને ઈ1માં ૪ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જિલ્લામાં ૮૯૪૬ વિદ્યાર્થી પ્રમાણપત્ર મેળવવાને પાત્ર બન્યા છે. ૭૫૦ વિધાર્થીઓ નાપાસ જાહેર થયા છે.
સાબરકાંઠા જિલ્લામાં સામાન્ય પ્રવાહનુ ૨૦ સેન્ટર પર પરીક્ષા યોજાઇ હતી. જેમાં હિંમતનગર કેન્દ્રમાં ૯૦.૯૯, ઇડરમાં ૯૧.૮૫, તલોદમાં ૯૦.૫૨, વડાલીમાં ૯૪.૩૭, ખેડબ્રહ્મા ૯૩.૫૯, ગાંભોઇ-રાયગઢમાં ૯૧.૩૨,નિકોડા ૯૫.૭૭, જાદર ૯૦.૩૨, બડોલી ૯૬.૫૯, ઉમેદગઢ ૯૫.૮૨, કાવા ૯૩.૬૫, મજરા ૯૬.૨૫, વીજયનગર ૯૭.૧૭, અંદ્રોખા ૯૭.૦૭, લાંબડીયા ૮૮.૭૬, ચીઠોડા ૯૦.૫૮, બીલડીયા ૯૬.૧૧, રણાસન ૯૦.૮૦ જ્યારે સૌથી ઓછુ પરીણામ પ્રાંતીજ કેંદ્રનું ૮૬.૭૫, અને સૌથી વધુ પરીણામ પુંસરી કેંદ્રનું ૯૯.૪૩ ટકા પરીણામ જાહેર થયું છે.