સાયબર ક્રાઇમ ની કામગીરી અર્થે પોલીસ અધિક્ષકશ્રી વીજય પટેલની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ
સાબરકાંઠા જિલ્લામાં ૧૨૨૩ વધુ લોકો સાયબર ક્રાઈમનો ભોગ બન્યા છે. જેમાં ૮૧૫ થી વધુ લોકોને તેમના નાણાં પરત કરાયા છે. પોલીસ અધિક્ષકશ્રી વીજય પટેલ
સાયબર ક્રાઇમનો ભોગ બનનારે ટોલ ફ્રિ નં. ૧૯૩૦ પર ફોન કરી મદદ મેળવી શકશે.
સાબરકાંઠા જિલ્લામાં થયેલ સાયબર ક્રાઇમ ની કામગીરી અર્થે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી વીજય પટેલની અધ્યક્ષતામાં જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી હિંમતનગર ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. પત્રકાર પરિષદમાં સાયબર ક્રાઇમની કામગીરી, સાયબર અવેરનેશ, નાણાં પરત (રિફંડ) જેવી પ્રજાલક્ષી કામગીરી તેમજ લોકોમાં સાયબર ક્રાઇમ બાબતે જાગૃતતા આવે એ હેતુથી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પટેલ દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા.
પોલીસ અધિક્ષકશ્રી વીજય પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સાબરકાંઠા જિલ્લામાં પોલીસે સાયબર કાઈમનો ભોગ બનેલા મધ્યમવર્ગીય લોકોની પીડાને ઘટાડવા માટે એક મોટો પ્રયાસ કર્યો છે. જિલ્લામાં અલાયદુ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન છે.તાજેતરમાં ગુજરાત પોલીસે સાયબર કાઈમનો ભોગ બનેલા હજારો મધ્યમવર્ગીય લોકોની પીડાને ઘટાડવા માટે એક મોટો પ્રયાસ કર્યો છે. સાયબર ક્રાઈમની તપાસમાં તેમના સહયોગના કારણે અગાઉ લોક થઈ ગયેલા ૨૮,૦૦૦બેંક ખાતાઓ અનફીઝ કરવામાં આવ્યા છે. આ પગલું એ પીડિતોને નોંધપાત્ર રાહત આપશે જેઓ ખોટી રીતે પેમેન્ટ સ્વીકારીને છેતરપિંડીનો ભોગ બન્યા હતા અથવા તો અજાણતા આ પ્રકારની યુક્તિઓમાં ફસાઈ ગયા હતા.
રિફંડની રકમ અને હોલ્ડ પર મૂકવામાં આવેલી રકમમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. ૨૦૨૪ માં રિફંડ કરાયેલી રકમની ટકાવારી ૪૬.૪૨% છે, જે ૨૦૨૩માં માત્ર ૧૭.૯૩% હતી. ૩૦ જૂન ૨૦૨૪ સુધી હોલ્ડ પર રાખવામાં આવેલી એટલે કે અટકી ગયેલી કુલ રકમ ૧૧૪.૯૦ કરોડ છે અને ૨૦૨૪ માટે રિફંડ કરાયેલી રકમ ૫૩.૩૪ કરોડ છે. આ તફાવત દર્શાવે છે કે ઓથોરિટીએ સાયબર કાઈમના પીડિતોને સમયસર રાહત મળે એ સુનિશ્ચિત કરવા માટે સક્રિય પગલાં લીધા છે.
વધુમાં ઉમેરતા જણાવ્યું હતું કે, પોલીસે એકાઉન્ટ ફીઝ કરવા અંગેની તેમની પોલિસીમાં પણ સુધારો કર્યો છે. નવી પોલિસી અસરકારક રીતે ગુના નિવારણ અને નિર્દોષ પક્ષો પર નાણાકીય બોજ ઘટાડવા વચ્ચે સંતુલન જાળવવા માટેનું એક મહત્વપૂર્ણ પ્રથમ પગલું છે, જે કુલ રકમને બદલે ખાતાના એ ભાગને ફ્રીઝ કરે છે જે છેતરપિંડીથી અસરગ્રસ્ત હોય તેઓ હવે આખા અકાઉન્ટને બદલે માત્ર છેતરપિંડી સાથે સંકળાયેલી ચોક્કસ રકમને જ ફ્રીઝ કરશે. આ ફેરફારનો હેતુ મધ્યમ-વર્ગની વ્યક્તિઓ પરના નાણાકીય તણાવને ઘટાડવાનો છે.
વધુમાં સાબરકાંઠા જિલ્લામાં થયેલ સાયબર ક્રાઇમની કામગીરી અંગે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૪માં અત્યાર સુધીમાં ૧૨૨૩ થી વધુ નાણાકીય છેતરપિંડીની ફરિયાદ મળી હતી જેમાંથી થી ૨.૬૧ કરોડ જેટલી રકમ હોલ્ડ કરાઇ હતી. જેમાં ૭૮,૫૧,૩૨૦/- રૂ.ની ચુકવણીના ઓર્ડર થયા છે. જેમાં ૩૦,૬૭,૫૦૯/- રૂ બેંક ખાતામાં જમા થયા છે. ૪૭,૮૩,૮૧૧/- રૂ. બેંક ખાતે પેંડીંગ અને ૪૩,૫૬,૬૫૦/-રૂ પોલીસ સ્ટેશન દ્રારા પ્રોસેસમાં છે. સાયબર ક્રાઇમનો ભોગ બનનારે ટોલ ફ્રિ નં. ૧૯૩૦ પર ફોન કરી મદદ મેળવી શકશે.