સાબરકાંઠા જિલ્લા કક્ષાનો સ્વાતંત્રતા દિન પોલીસ પરેડ ગ્રાઉન્ડ હિંમતનગર ખાતે યોજાશે
સાબરકાંઠા જિલ્લા સમાહર્તાશ્રી નૈમેષ દવેની અધ્યક્ષતામાં સ્વાતંત્રતા દિનની ઉજવણીની પર્વ તૈયારી આયોજન અંગે અમલીકરણ અધિકારીઓની બેઠક યોજાઈ હતી. સાબરકાંઠા જિલ્લામાં રાષ્ટ્રીય પર્વ ૧૫મી ઓગસ્ટ ૨૦૨૪ સ્વાતંત્રતા દિનની ઉજવણીનો જિલ્લાકક્ષાનો મુખ્ય કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ હિંમતનગર ખાતે યોજાશે.
આ બેઠકમાં રાષ્ટ્રીય પર્વ ૧૫મી ઓગસ્ટ ૨૦૨૪ સ્વાતંત્રતા દિનની ઉજવણી બાબતે વિવિધ અમલીકરણ સમિતિઓની રચના કરી કામગીરી ફાળવણી કરવામાં આવી હતી. મહાનુભવોની બેઠક વ્યવસ્થા, સ્ટેજ, ટેબ્લો, સાંસ્કૃતિક કાર્યક્રમો, શ્રેષ્ઠ કામગીરી બદલ ઇનામ વિતરણ સહિતની વિવિધ કામગીરીની સોપણી કરવામાં આવી હતી.
આ બેઠકમાં અધિક નિવાસી કલેકટર સુશ્રી ક્રિષ્ના વાઘેલા, પ્રાયોજના વહીવટદાર શ્રી વિશાલ સક્શેના, હિંમતનગર પ્રાંત શ્રી ગોસ્વામી, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી શ્રી, કાર્યપાલક ઇજનેર શ્રી, તેમજ અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.