સેવા સદન નાયબ મામલતદાર (વહીવટ) ની કચેરીમાં  એ સી બી ની રેડ

  1. ::*એ.સી.બી. સફળ ટ્રેપ* :: 

*ફરીયાદી* :- એક જાગૃત નાગરીક 

 

*આરોપી* :- શબ્બીરમહમ્મદ રમજુશ દિવાન નાયબ મામલતદાર (ઇલેક્શન) અને ઇન્ચાર્જ સર્કલ ઓફીસર કરજણ સેવા સદન વર્ગ-૩ (મહેસુલ વિભાગ) 

 

*લાંચની માંગણીની રકમ* :- રૂા. ૧૦,૦૦૦/- 

 

*ટ્રેપ દરમ્યાન લાંચની માંગણી* :- રૂા. ૧૦,૦૦૦/- 

 

*રીકવરી રકમ*:- રૂ. ૧૦,૦૦૦/- 

 

*ગુનો બન્યા તારીખ, સમય તથા સ્થળ* :- તા. ૦૬/૦૬/ર૦૨૪, કલાક:૧૧/૪૯ વાગે, મોજે. કરજણ સેવા સદન નાયબ મામલતદાર (વહીવટ) ની કચેરીમાં

  આ કામના સાહેદની જમીનમાં તેઓની હયાતીમાં તેમના પત્નિ તેમજ પુત્રોના નામ દાખલ કરવા તથા ખાતેદારની જમીનની વારસાઇ કરવા તથા હયાતીમાં નામ દાખલ કરવા અરજી આપેલી જે અરજી આધારે રેવન્યુ સર્વેમાં હયાતી માં હક દાખલ કરવાની કાચી નોંધ થયેલ તેની પ્રમાણીત નોંધ કરજણ સેવા સદનના ઇન્ચાર્જ સર્કલ ઓફીસર એસ.આર.દિવાન ( નાયબ મામલતદાર) નાઓએ કરેલી તેમજ સાહેદની માલીકીની જમીનના વરસદારનુ અવસાન થતા વારસાઇ કરવા સારૂ અરજી કરેલી કાચી નોંધ થયેલી જે નોંધ પ્રમાણીત કરવા સારૂ આ કામના ફરીયાદી કરજણ સેવા સદન મામલતદાર કચેરીમાં ગયેલા અને ઇન્ચાર્જ રર્કલ ઓફીસર એસ.આર.દિવાન નાઓને મળેલા અને ઉપરોક્ત નોંધ પ્રમાણીત કરવા સારૂ વાત કરતા તેઓએ આ કામના ફરીયાદી પાસે નોંધ પ્રમાણીત કરવા રૂ.૧૦,૦૦૦/- ની માંગણી કરેલી જે આ કામના ફરીયાદી આ ઇન્ચાર્જ સર્કલ ઓફીસર એસ.આર.દિવાન નાઓને લાંચની રકમ રૂ. ૧૦,૦૦૦/- આપવા માંગતા ના હોય જેથી પોતાની ફરીયાદ જાહેર કરતાં તેઓની ફરીયાદ આધારે આજરોજ તા. ૦૬/૦૬/૨૦૨૪ ના રોજ લાંચના છટકાનું આયોજન કરજણ સેવા સદન ખાતે કરતાં છટકા દરમ્યાન આ કામના આરોપી ઇન્ચાર્જ સર્કલ ઓફીસર એસ.આર.દિવાન નાઓ પાસે આક્ષેપિતે પોતાની બાજુમાં આવેલ ટેબલના ડ્રોવરમાં રૂા. ૧૦,૦૦૦/- મુકાવી તે રીતે સ્વીકારી, સ્થળ પર પકડાઇ જઇ પોતાના રાજય સેવકના હોદ્દાનો દુરઉપયોગ કરી, ગેરવર્તણુક કરી ગુન્હો કર્યા બાબત. 

ટ્રેપ કરનાર અધિકારી* :- 

શ્રી એ.એન.પ્રજાપતિ પોલીસ ઇન્સ્પેકટર, એ.સી.બી. વડોદરા ફીલ્ડ. 

સુપર વિઝન અધિકારી* :- 

શ્રી પી.એચ. ભેસાણીયા, મદદનીશ નિયામક, એ.સી.બી. વડોદરા એકમ, વડોદરા.

Najar News
Author: Najar News

Leave a Reply

Advertisement
Live Cricket Score