સોશિયલ મીડિયા ની મદદથી ખેરોજ પોલીસ સ્ટેશનની હદ માથી મળી આવેલ અજાણ્યા બાળકિશોરને તેના પરીવાર સાથે પુન:મિલન કરાવતી ખેરોજ પોલીસ શી-ટીમ

  • ખેરોજ પોલીસ સ્ટેશનની હદ માથી મળી આવેલ અજાણ્યા બાળકિશોરને તેના પરીવાર સાથે પુન:મિલન કરાવતી ખેરોજ પોલીસ શી-ટીમ

ખેરોજ પોલીસ સ્ટેશન વિસ્તારમા થી એક અજાણ્યુ બાળક જે પોતે કોઈ બોલી કે સમજી શકતુ ન હોય તેવુ આ.ઉ.વ-૧૦ નુ અજાણ્યુ બાળક મળી આવતા અમો કે.બી.ખાંટ I/C પોલીસ ઇન્સપેક્ટર ખેરોજ પોલીસ સ્ટેશન નાઓએ પોલીસ સ્ટેશન ખાતે કાર્યરત શી-ટીમ ને બાળકની સારસંભાળ રાખી વાલીવારસને શોધી બાળકને તેના વાલી વારસને પરત સોપવા આપેલ સુચના આધારે સદર બાળકના વાલીવારસ બાબતે તપાસ કરવા સતત કાર્યશીલ હતા

દરમ્યાન આજરોજ અમો તથા સાથેના પોલીસ સ્ટાફ ના શી ટીમના પોલીસ કર્મચારી સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમા તથા આસપાસના વિસ્તારમા સદર બાળકના વાલીવારસો ની શોધખોળ મા રહી બાળક વિશે કોઇપણ પ્રકારની માહીતી મળે તે રીતે સોશિયલ મીડીયા પ્લેટફોર્મ મારફતે બહોળી પ્રસિધ્ધી કરી વાલીવરસને શોધવા માટે પ્રયત્નશીલ રહી બાળકનો ફોટો સોશિયલ મીડીયામા વિસ્તારના અલગ અલગ વોટસઅપ ગ્રુપમા મોકલી શોધખોળ કરતા તે દરમ્યાન વેકરી તા.દાતા જી.બનાસકાઠા ના સરપંચ  રામજીભાઇ લેબાભાઇ કોદરવી નાઓનો ફોન આવતા સદર બિનવારસી બાળક તેમના ગામનુ હોવાનુ જણાવેલ અને ત્યાર બાદ વેકરી ગામે સદર બિનવારસી બાળકના વાલી વારસનો સમ્પર્ક કરતા સદર બાળક ની માતા થાવરીબેન વા/ઓ ભગાભાઈ ગમાર રહે.વેકરી તા.દાતા જી.બનાસકાઠા વાળા આવતા સદર બાળક પોતાનુ હોવાનુ જણાવતા હોઇ જેની ગામના સરપંચની હાજરી મા ખાત્રી કરી સદર મળેલ બિનવારસી બાળક ને તેના પરીવાર સાથે પુન:મિલન કરાવી ખેરોજ પોલીસ ની શી ટીમ ધ્વારા પ્રશંસનીય કામગીરી કરેલ છે

Najar News
Author: Najar News

Leave a Reply

Advertisement
Live Cricket Score