હરણાવ નદી ઉકરડામા ફેરવાઇ

ખેડબ્રહ્મા નગરપાલિકાનું સ્વચ્છતા અભિયાનના લીરા ઉડયા

 

 

 

ખેડબ્રહ્મા શહેરમાંથી પસાર થતી હરણાવ નદીમાં ગંદકીથી લોકોમાં આક્રોશ ફેલાયો છે સત્વરે યોગ્ય સફાઈ કરવામાં આવે તેવી માંગ.                                                  ખેડબ્રહ્મા શહેરની વચ્ચેથી હરણાવ નદી પસાર થાય છે અહીં ત્રિવેણી સંગમ થતો હોય લોકોમાં નદીની આસ્થા જોડાયેલ છે. પણ નગરપાલિકા ઘ્વારા લોકોની આસ્થાની પરવાહ કર્યા વગર નદીની હાલત ઉકરડા જેવી કરી દેવામાં આવી છે

 

 

હરણાવ નદીના ગામ તરફના પટમાં કચરો અને આર.સી.સી. ભંગાર નાખી 100ફૂટ જેટલું પુરાણ કરી દેવામાં આવ્યું છે જેને લઇ નદીનો પટ સાંકળો થઈ ગયો છે. વધુમાં નગર પાલિકા નદી સાફ કારવાની જગ્યાએ નદીમાં જેસીબી ફેરવી ઉકરડા જેવા ઢગલા કરી ગંદી નિક બનાવી પાણી નો નિકાલ કરવામા આવી રહ્યો છે જેને કારણે પાણી તો જતું નથી પણ ગંદકી વધી ગઈ છે જેથી નદીમાં યોગ્ય સફાઈ કરી નદીને એક સરખી ઊંડી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે

Najar News
Author: Najar News

Leave a Reply

Advertisement
Live Cricket Score