સોમનાથ મહાદેવ મંદિર ખાતે ખેડબ્રહ્મા રીક્ષા એસોસિએશન ની કારોબારી તેમજ જનરલ મીટીંગ મળી ગુજરાત રાજ્ય ઓટોરિક્ષા ફેડરેશન મહામંત્રી સાજીદભાઈ મકરાણી પાલનપુર વાળા હાજર રહ્યા
ખેડબ્રહ્મા હરણાવ નદીના તટ પર આવેલા સોમનાથ મહાદેવ મંદિર ના હોલમાં રીક્ષા એસોસિએશન ની જનરલ મીટીંગ મળી હતી જેમાં મોટી સંખ્યામાં શહેર તેમજ તાલુકામાં ઓટો રીક્ષા ચાલકો હાજર રહ્યા હતા. ગુજરાત રાજ્ય ઓટોરિક્ષા ફેડરેશનના મહા મંત્રી સાજીદભાઈ મકરાણી પાલનપુર વાળા આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેઓના દ્વારા રીક્ષા એસોસિએશન વિશે વાત કરવામાં આવી હતી અને કાયદા કાનુન વિશે અને એસોસિયેશન પ્રતિ સજાગ રહેવા અને કાયદાના નીતિ નિયમોનું પાલન કરવા અંગેની વિગતવાર માહિતી આપી હતી તેમજ રીક્ષા એસોસિયેશનના પ્રમુખ પોપટભાઈ ફતાભાઈ એ જણાવ્યું હતું કે ખેડબ્રહ્મા શહેરમાં રિક્ષા ચાલુ થઈ ત્યારથી આજરોજ સુધી એસોસિએશન દ્વારા રીક્ષા માટેના પોઇન્ટ અંગેની જગ્યા ફાળવવામાં આવેલ નથી એસોસિએશન દ્વારા વારંવાર સાબરકાંઠા જિલ્લા કલેકટર થી માંડી ગુજરાત રાજ્ય સરકાર સુધી લેખિતમાં રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં આજરોજ સુધી તેઓને રીક્ષા ના પોઇન્ટ માટે જગ્યા ફાળવવામાં આવી નથી. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આ વાતને નોંધ લઇ અને રીક્ષા પોઇન્ટ માટે જગ્યા ફાળવવામાં આવે તેવી તેઓના દ્વારા અહીં રજૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમ દરમિયાન તેમજ શહેરના અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તેઓને સાલ ઓઢાડી સન્માનિત કરાયા હતા
Author: Najar News
Post Views: 46