*જમશેદપુર : ઝારખંડ મોટી રેલ દુર્ઘટના*
ઝારખંડમાં માલગાડી સાથે હાવડા-મુંબઈ મેલ અથડાઈ
ટ્રેનના 18 ડબ્બા પાટા પરથી ઊતરી ગયા, 3નાં મોત, 50 ઘાયલ
ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 ડબ્બા પાટા પરથી ઉતર્યા
ઘાયલોને બચાવવામાં આવી રહ્યા છે
ટ્રેન દુર્ઘટના સેરાઈકેલા-ખારસાવાન જિલ્લાના ખારસાવાન બ્લોકમાં પોટોબેડા ખાતે થઈ હતી
રેલવે કર્મચારીઓ સાથે ARM, ADRM અને CKPની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ
ટાટાનગર પાસે વહેલી સવારે એક મોટો ટ્રેન અકસ્માત થયો હતો. અહીં, હાવડાથી મુંબઈ જઈ રહેલી 12810 હાવડા-CSMT મેલના 18 ડબ્બા ટાટાનગર નજીક ચક્રધરપુરમાં પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 3 મુસાફરોના મોત થયા છે, જ્યારે 50 લોકો ઘાયલ થયા છે. જોકે, રેલવે દ્વારા આ વાતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
Author: Najar News
Post Views: 64