અનુપમ આનંદ, IAS ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલક ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા પ્રશંસનીય કામગીરી બદલ હિંમતનગર વિભાગના ખેડબ્રહ્મા એસટી ડેપો ને
પ્રશંસાપત્ર અને રૂપીયા ૨૫૦૦૦ નો ચેક અપાયો હતો
યાત્રીઓની સલામતી, સ્વચ્છતા અને સુખાકારી માટે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ સંકલ્પબદ્ધ છે. આ ઉપલક્ષમાં વર્ષ ૨૦૨૩-૨૦૨૪ દરમ્યાન હિંમતનગર વિભાગના ખેડબ્રહ્મા ડેપોના કાર્યક્ષેત્રમાં એક પણ પ્રાણઘાતક અકસ્માત ન થવા બદલ સ્વાતંત્ર્ય પર્વના શુભ દિવસે ડેપો મેનેજરશ્રી અને ડેપોના સાથી કર્મયોગીઓનું સ્ટાફ નુ અભિવાદન કરાયુ હતુ
આગામી સમયમાં આપ સહુ યાત્રી સેવા અને સલામતીના આ રાષ્ટ્રીય કાર્યમાં ઉત્કૃષ્ટ યોગદાન આપતા રહેશો તેવી શુભેચ્છા પાઠવી હતી
અનુપમ આનંદ, IAS ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલક ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સન્માન પત્ર તેમજ રૂપીયા ૨૫૦૦૦ નો ચેક આપી સન્માનિત કરાયા હતા