એ.સી.બી. ની સફળ ટ્રેપ
ફરીયાદી:
એક જાગૃત નાગરીક
આરોપી:- ઈશાક અબ્દુલકરીમ સમા,હેડ કોનસ્ટેબલ, કસ્ટમ્સ વિભાગ. કંડલા સ્પેશિયલ ઈકોનોમીક ઝોન કંડલા.
ગુન્હો બન્યા તારીખ:- ૨૧/૦૮/૨૦૨૪
લાંચની માંગણીની રકમ:- ૩,૦૦૦/-
લાંચ સ્વીકારેલ રકમ:- ૩,૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમ:- ૩,૦૦૦/-
ટ્રેપ નું સ્થળ :-
ઓલ્ડ ગેટ પ્રવેશ દ્વાર , કંડલા સ્પેશીયલ ઈકોનોમીક ઝોન.કંડલા જી કચ્છ પૂર્વ.
ટુંક વિગત :-
આ કામના ફરિયાદી કંડલા ખાતે ખાનગી કંપનીમાં લેબર મેન્જમેન્ટ નું કામ કરતા હોય આ કામના આક્ષેપીતે ફરીયાદીની કંપનીના મજૂરો ને કંડલા સ્પેશીયલ ઈકોનોમીક ઝોનના પ્રવેશગેટ થી અવરજવર કરવા દેવા અને હેરાનગતી નહી કરવા માટે રુ ૩,૦૦૦/- ની ગેરકાયદેસર લાંચની માંગણી કરેલ.
જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય ફરિયાદીનાઓએ ગાંઘીઘામ એસીબીનો સંપર્ક કરેલ , ફરિયાદીની ફરિયાદ આધાર ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આક્ષેપિતનાઓએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રુ. ૩,૦૦૦/- ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી રૂ.૩,૦૦૦/- લાંચના નાણાં સ્વીકારી પોતાના રાજ્ય સેવક તરીકેનાં હોદ્દાનો દુરઉપયોગ કરી સ્થળ ઉપરથી પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબત.