હોસ્પિટલ મા મેડીકલ તપાસણી બાબતે જેતે વિભાગને ખરાઇ પ્રમાણપત્ર મોકલી આપવાના બદલામા રૂા.૨,૫૦,૦૦૦/- ની લાંચ માંગી પણ કરમ નબળુ નીક્ળયુ અને ભરાયા

એ.સી.બી. સફળ ટ્રેપ

એક ફરીયાદી એક જાગૃત નાગરીક

આરોપી અશોકભાઇ ધીરૂભાઇ પરમાર, નોકરી, મેડીકલ બોર્ડ, ગુરૂ ગોબિંદસિંગ સરકારી હોસ્પિટલ, જામનગર

લાંચની માંગણીની રકમ* :- રૂા.૨૫,૦૦૦/-

આરોપી એ સ્વીકારેલ લાંચની રકમ*  રૂા.૨૫,૦૦૦/- 

રીકવરી રકમ* રૂા.૨૫,૦૦૦/-

ગુનો બન્યા તારીખ, સમય તથા સ્થળ- તા.૦૭/૦૬/ર૦૨૪, કલાક:-૧૨/૪૫ વાગ્યે, મોજે મેડીકલ બોર્ડ, ગુરૂ ગોવિંદસિંહ જનરલ હોસ્પિટલ, જામનગરની કચેરીમાં

આ કેસ નીટુંકી વિગત આ કામના ફરીયાદીને વર્ષ-૨૦૧૪થી હદયરોગની બિમારી થયેલ હોય જેના કારણે ફરીયાદીએ તેમના વિભાગમા વતનથી નજીકના સ્થળે બદલી કરાવવા બાબતે બદલી રીપોર્ટ આપેલ જે સબબ ફરીયાદીને તેમના વિભાગે હદયરોગની ખરાઇ કરાવવા માટે મેડીકલ બોર્ડ, ગુરૂ ગોવિંદસિંહ જનરલ હોસ્પિટલ, જામનગર ખાતે તપાસણી અર્થે મોકલવામા આવેલ જયાં આ કામના આક્ષેપીતે ફરીયાદી પાસે મેડીકલ તપાસણી બાદ તેમના વિભાગને ખરાઇ પ્રમાણપત્ર મોકલી આપવાના બદલામા રૂા.૨,૫૦,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ જેમા રકઝકના અંતે રૂા.૪૫,૦૦૦/- લાંચની રકમ આપવાનુ નકિક થયેલ જે પૈકી રૂા.૨૦,૦૦૦/-ની લાંચની રકમ ફરીયાદીએ આક્ષેપીતને આપી દિઘેલ અને બાકી રહેતી લાંચની રકમ રૂા.૨૫,૦૦૦/- ફરીયાદી આપવા માંગતા ન હોય જેથી એ.સી.બી.નો સંપર્ક કરતા ફરીયાદીની ફરીયાદ આઘારે લાંચના છટકાનુ આયોજન કરતા લાંચના છટકા દરમ્યાન આ કામના આક્ષેપીતે ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી એ.સી.બી.ની ટ્રેપનો શક જતા આ લાંચની રકમ ફરીયાદીને પરત આપી ગુનાવાળી જગ્યાએથી નાશી જઇ પોતાના રાજય સેવકના હોદ્દાનો દુરઉપયોગ કરી, ગેરવર્તણુક કરી ગુન્હો કર્યા બાબત. 

આ ટ્રેપ કરનાર અધિકારી* :- 

 શ્રી આર. ડી. સગર, ઇ.ચા. પોલીસ ઇન્સ્પેકટર* , અમરેલી એ.સી.બી. પો.સ્ટે. તથા બોટાદ એ.સી.બી. પો.સ્ટે. સ્ટાફ

સુપર વિઝન અધિકારી

શ્રી જી. વી. પઢેરીયા, ઇ.ચા. મદદનીશ નિયામક, એ.સી.બી. ભાવનગર એકમ, ભાવનગર.

Najar News
Author: Najar News

Leave a Reply

Advertisement
Live Cricket Score