પોલીસ કર્મી સહિત અન્ય એક આરોપી લાંચ ના ગુના મા પકડાયા
એક જાગૃત નાગરિક ની ફરીયાદ ના આધારે
આરોપી નં.(૧) શ્રી રાજેશકુમાર માધવજીભાઈ પટેલ ધંધો-નોકરી, હોદ્દો-પો.કો, વર્ગ-૩, વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશન રહે.એફ-૩૦૩, શ્રીધર ઉપવન, દેવસ્ય સ્કુલ રોડ, વસ્ત્રાલ, અમદાવાદ.
આરોપી નં.(૨) શ્રી ભરતભાઇ બચુભાઇ ઠાકોર, ધંધો-મજુરી, રહે-હાસલપુર, શેરેશ્વર મંદિર આગળ, તા.વિરમગામ, જી.અમદાવાદ (ખાનગી વ્યક્તિ)
ગુનો બન્યા તારીખ:
તા.૨૮/૦૭/૨૦૨૪.
લાંચની માંગણીની રકમ:
રૂ.૩૦,૦૦૦/-
લાંચની સ્વીકારેલ રકમ
રૂ.૩૦,૦૦૦/-
રીકવર કરેલ રકમ:
રૂ.૩૦,૦૦૦/-
બનાવનું સ્થળ:
કરકથળ રોડ ઉપર, જોગણી માતાના મંદીર પાસે, વિરમગામ, અમદાવાદ ગામ્ય.
આ કામે ફરીયાદીની ફરીયાદ મુજબ ચાર પાંચ માસ પહેલા દારૂના ખોટા કેસમાં વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશને પકડાયેલ હતો જે અનુસંધાને વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસવાળા આરોપી નં.(૧) શ્રી રાજેશકુમાર માધવજીભાઈ પટેલ ધંધો-નોકરી, હોદ્દો-પો.કો, વર્ગ-૩, વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશન રહે.એફ-૩૦૩, શ્રીધર ઉપવન, દેવસ્ય સ્કુલ રોડ, વસ્ત્રાલ, અમદાવાદ નાઓ દ્વારા ફરીયાદીને ખોટી રીતે ડરાવી ધમકાવી અને બીજા ખોટા કેસમાં ફસાવી દેવાની બીક બતાવી ફરીયાદી પાસેથી પૈસાની માંગણી કરી રૂ.૫૦ હજાર લઈ લીધેલ હતા અને બીજા રૂ.૩૦,૦૦૦/- ની માંગણી કરેલ હોય, જે ફરીયાદીશ્રી લાંચની રકમ આપવા માંગતા ન હોય, એ.સી.બી.નો સંપર્ક કરતાં ફરીયાદીની ફરીયાદ આધારે લાંચનું છટકું ગોઠવતા આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, આરોપી નં.(૨) નાઓ છટકા દરમ્યાન આરોપી નં.(૧) વતી લાંચની રકમ રૂ.૩૦,૦૦૦/- ફરીયાદીશ્રી પાસેથી સ્વીકારી સ્થળ પર પકડાઇ ગયેલ હોઈ, બાદ છટકા દરમ્યાન આરોપી નં.(૧) પણ પકડાઈ જઈ ગુનો કર્યા વિગેરે બાબત.
ટ્રેપીંગ ઓફીસર
શ્રી ડી.બી.મહેતા
પોલીસ ઇન્સપેકટર ફિલ્ડ-૩ (ઈન્ટે.વીંગ)
એ.સી.બી.અમદાવાદ (ગુ.રા)
સુપરવિઝન ઓફીસર :
શ્રી એ.વી.પટેલ
મદદનીશ નિયામક
ફિલ્ડ-૩ (ઈન્ટે.વીંગ)
એ.સી.બી.અમદાવાદ (ગુ.રા)