ખેડબ્રહ્મા વડાલી ક્વોરી એસોસીએશનની મિટિંગમા નિર્ણય
ખેડબ્રહ્મા અને વડાલી તાલુકાના ક્વોરી માલિકોની મિટિંગ તાજેતરમાં મળી હતી જેમાં 1 માર્ચથી છ જેટલી આઈટમમા ભાવ વધારાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં કપચી, ગ્રીટ, મેટલ, ડસ્ટ, ડબલ્યુએમએમએમ અને રબલના ભાવમાં 30 ટકા વધારો કરવામાં આવ્યો છે. જેની સીધી અસર ગ્રાહકો પડશે.
ખેડબ્રહ્મા અને વડાલી તાલુકાના ક્વોરી પ્લાન્ટ આવેલ છે. જેમાં કવોરી ઉદ્યોગ આઠ જેટલી પ્રોડક્ટ તા. 1 માર્ચ 2024 થી ભાવ વધારો કરવામાં આવ્યો છે.
ક્વોરી મટીરીયલ માંથી બનતી પ્રોડક્ટનું બાંધકામ અને રોડ રસ્તામાં મહત્વની ભૂમિકા રહેલી છે. જેમાં કપચી, ગ્રીટ, મેટલ, ડસ્ટ, ડબલ્યુએમએમએમ અને રબલ જેવા પ્રોડક્ટ થી મોટી તોતિંગ ઇમારતો અને મસ મોટા હાઇવે રોડ રસ્તાનું નિર્માણ થાય છે. ત્યારે છેલ્લા બે વર્ષથી વપરાતા કોરી મટીરીયલના ભાવમાં તોતિંગ વધારો થયો છે તેમ છતાં જુના ભાવ પ્રમાણે વેચાણ ચાલતું હતું. જેમાં ઘણા કવોરી ઉદ્યોગ પર અસર હતી અને અનેક માલિકોને આર્થિક બોજ વધ્યો હતો. જેમાં એક્સપ્લોઝિવ, ડીઝલ, જી. પી. આર. એસ જી. એસ. ટી સ્પેરપાર્ટ અને સાથે મશીનની રિફ્રેશિંગ સામગ્રી હાલ ડબલ મોંઘી થઈ ગઈ છે. જેથી કોરી એસોસિએશન પ્રમુખ, ઉપપ્રમુખ સાથે માલિકોએ વાટાઘાટો કરી નિર્ણય લીધો છે.
મટીરીયલના ટનનો નવો ભાવ
(1) ડસ્ટ 250+જીએસટી
(2) 6 એમએમ ગ્રીટ 425
(3) 10એમ એમ ગ્રીટ 400
(4) 20 એમએમ કપચી 600
(5) 25 * 40 એમ એમ કપચી
600
(6) 40* 63 એમ એમ મેટલ
400