1.00.000 ની ટ્રેપ :- સીટી સર્વે કચેરી, વહીવટી વિભાગ, સીટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટની કચેરી

 

એક ફરીયાદી ની નાગરીક ની ફરીયાદ ના આધારે  એ.સી.બી. એ કરી સફળ ટ્રેપ

એક આરોપીની  ધરપકડ કરાઈ છે પ્રિતેશકુમાર મનુભાઈ પટેલ, શિરસ્તેદાર, સીટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટની કચેરી, ખંભાત તા. ખંભાત, જી.આણંદ. વર્ગ-૩

 ટ્રેપની તારીખ* :- તા.૨૩/૦૭/૨૦૨૪

લાંચની માંગણીની રકમ* :- રૂા.૧,૦૦,૦૦૦/- 

લાંચની સ્વીકારેલ રકમ* :- રૂા.૧,૦૦,૦૦૦/- 

લાંચની રીકવર કરેલ રકમ* :- રૂા.૧,૦૦,૦૦૦/- 

ટ્રેપનુ સ્થળ* :- સીટી સર્વે કચેરી, વહીવટી વિભાગ, સીટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટની કચેરી, ખંભાત,    

તા. ખંભાત, જી.આણંદ 

– આ કામના ફરિયાદીના મિત્રએ ખંભાત નગરપાલીકાના હસ્તકની સરકારી જમીન વેચાણથી ખરીદ કરવા સારૂ કલેકટરશ્રી આણંદ નાઓની કચેરી ખાતે ઓનલાઈન અરજી કરેલ હતી. જે પ્રક્રિયા સંદર્ભે કલેકટરશ્રી આણંદ નાઓની કચેરી તરફથી અરજીમાં જણાવેલ જમીનના રેકર્ડની ચકાસણી કરી સરકારશ્રીના નિયમો અનુસાર જરૂરી દસ્તાવેજો તૈયાર કરી સ્પષ્ટ અભિપ્રાય સાથે દરખાસ્ત કરવા સીટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટની કચેરી, ખંભાત નાઓને સુચના કરેલ. જે જમીન ફરીયાદીના મિત્રને વેચાણ લેવા સારુ તેની દરખાસ્ત તૈયાર કરાવવા તથા હકારાત્મક અભિપ્રાય અપાવવા માટે આ કામના આરોપી એ ફરીયાદી પાસે રૂ.૧,૦૦,૦૦૦/- ની લાંચની માગણી કરેલ. પરંતુ ફરીયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોય એ.સી.બી નો સંપર્ક કરતા ફરીયાદીની ફરીયાદ આધારે આજ તા.૨૩/૦૭/૨૦૨૪ ના રોજ લાંચના છટકનું આયોજન કરેલ તે લાચના છટકા દરમ્યાન આરોપીએ હેતુલક્ષી વાતચીત કરી, ફરીયાદી પાસેથી લાંચના નાણા ની માગણી કરી રૂ. ૧,૦૦,૦૦૦/- સ્વીકારી પકડાઇ જઇ, પોતાના રાજય સેવક તરીકેના હોદ્દાનો દુરઉપયોગ કરી, ગુનાહીત ગેરવર્તણુંક કરી ગુનો કર્યા બાબત.

ટ્રેપીંગ અધિકારી* :- 

સુ.શ્રી એમ.એલ.રાજપુત, પોલીસ ઇન્સ્પેકટર, આણંદ એ.સી.બી. પો.સ્ટે., આણંદ તથા ટીમ  

સુપરવિઝન અધિકારી* :- 

શ્રી કે.બી.ચુડાસમા, મદદનીશ નિયામક, એ.સી.બી., અમદાવાદ એકમ, અમદાવાદ

Najar News
Author: Najar News

Leave a Reply

Advertisement
Live Cricket Score