78 મા સ્વાતંત્રતા પર્વની ઉજવણી યુ જી વી સી એલ કચેરી ખાતે કરાઈ
આજરોજ પૂરા ભારત દેશમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી દબદબાભેર કરવામાં આવી રહી છે. ત્યારે ખેડબ્રહ્મા યુ.જી.વી.સી.એલ. કચેરી ખાતે ડેપ્યુટી એન્જિનિયર આર.વી. બારૈયા ના અધ્યક્ષ સ્થાને ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો હતો. જે પ્રસંગે ખેડબ્રહ્મા શહેરના યુ.જી.વી.સી.એલ. કચેરીના સીટી હેલ્પર મહેશભાઈ પનાભાઈ મહેરીયા ને ઉત્કૃષ્ટકામગીરી બદલ બીરદાવવામાં આવ્યા હતા.
જે. જે. પટેલ જુનિયર ઈજનેર ના વરદ હસ્તે સન્માન પત્ર તેમજ 1000 રોકડ રકમ આપી અને સન્માનિત કરાયા હતા. તો મહેશભાઈ પનાભાઈ મહેરીયા એ યુ.જી.વી.સી.એલ. કચેરી એ તેઓની કામગીરીની નોંધ લઈ સન્માનિત કર્યા તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
Author: Najar News
Post Views: 40