સ્વામિનારાયણ મંદિર ખાતે લાઈવ પ્રોગ્રામ નિહાળવામાં આવ્યો

સ્વામિનારાયણ મંદિર ખાતે પ્રભુ શ્રીરામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંગે ભાજપ શહેર પ્રમુખ અરવિંદભાઈ રાવલ તેમજ સંતો મહંતોના અધ્યક્ષ સ્થાને લાઈવ પ્રોગ્રામ નિહાળવાનો ભારતીય જનતા પાર્ટી તેમજ શહેરીજનોને મોકો મળ્યો હતો મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા

અન્ય સમાજ દ્વારા પણ શહેરમાં વિવિધ શોભા યાત્રાઓ કાઢી અને કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી

પ્રભુ શ્રીરામની જન્મભૂમિ અયોધ્યામાં ઉજવાઈ રહેલ ભગવાન શ્રી રામચંદ્રજી પ્રાણ પ્રતિષ્ઠાના ભવ્ય મહોત્સવની ઉજવણી નિમિત્તે રાજ્યભરમાં અને દેશ- વિદેશોમાં રામ ભક્તો દ્વારા ગ્રહશાંતિ, મૂર્તિ પૂજન, શોભાયાત્રા, ભજન ધૂન, સુંદરકાંડ પાઠ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો દેશભરના રાજ્યોમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં યોજાઈ રહ્યા છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માશહેર તેમજ ગ્રામીણ વિસ્તારોમાં શ્રીરામ ભક્તો દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામા આવી રહી છે 

શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા ધાર્મિક સ્થળો ઉપર આજે વહેલી સવારથી જ સાંજ સુધી રામભક્તો પ્રભુ શ્રી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવા થનગની રહ્યા છે જ્યારે બીજી તરફ પ્રભુ શ્રી રામલલાની ઉજવણીના નિમિત્તે ખેડબ્રહ્માશહેર ના બજારોમાં વેપારીઓએ સ્વયંભૂ બજારો બંધ રાખીને ઉજવણી કરતા શહેર રામમય બન્યું છે તાલુકોએ વિવિધ વિસ્તારોમાં આવેલા ધાર્મિક સ્થળો ઉપર આજે વહેલી સવારથી જ સાંજ સુધી રામભક્તો પ્રભુ શ્રી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવા થનગની રહ્યા છે જ્યારે બીજી તરફ પ્રભુ શ્રી રામલલ્લાના ઉજવણીના નિમિત્તે ખેડબ્રહ્મા શહેરના બજારોમાં વેપારીઓએ સ્વયંભૂ બજારો બંધ રાખીને ઉજવણી કરતા શહેર રામમય બન્યું છે જ્યારે ખેડબ્રહ્માશહેર પ્રભુ શ્રી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા ને લઈને ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે શહેર પોલીસ તંત્ર દ્વારા ઉજવણીને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે વહેલી સવારથી જ પોલીસ તંત્ર દ્વારા પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે અને પોલીસ પોઇન્ટ પણ ગોઠવી દેવામાં આવ્યો છે

Najar News
Author: Najar News

Leave a Reply

Advertisement
Live Cricket Score