જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ વિધાનસભા ખાતે સ્વાતંત્ર્ય સેનાની શ્રી અબ્બાસ તૈયબજીની જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી

 

રાજ્ય મંત્રી મંડળના સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ તેમજ અધિકારી કર્મચારીઓએ પણ પુષ્પ અર્પણ કર્યા

સ્વાતંત્ર્ય સેનાની શ્રી અબ્બાસ શમશુદીન તૈયબજીની જન્મ જયંતી નિમિત્તે તા.૦૧ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ ગુજરાત વિધાનસભા ખાતે પોડિયમમાં સ્થિત તેમના તૈલચિત્રને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

 

સ્વ. શ્રી તૈયબજીનો જન્મ તા.૧લી ફેબ્રુઆરી ૧૮૫૪ના રોજ વડોદરા ખાતે થયો હતો. અભ્યાસ વડોદરા લઈ લંડન જઇને બેરિસ્ટર બન્યા હતા અને સયાજીરાવ ગાયકવાડ સરકારમાં તેઓશ્રી ચીફ જસ્ટિસ બન્યા હતા. તેઓ ગાંધીજીના વફાદાર વ્યક્તિ હતા. તિલક સ્વરાજ્ય ફંડની ઉઘરાણી અંગે પણ સૌથી વધુ ફંડ ઉઘરાવી તેઓ પ્રથમ રહ્યા હતા.

 

આ પ્રસંગે કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ, આદિજાતિ વિકાસ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર, ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત, શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાનશેરિયા, સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી શ્રી ભિખુસિંહજી પરમાર, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ શુક્લ, નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલ, ધારાસભ્યશ્રીઓ, વિધાનસભાના ઉચ્ચ અધિકારીઓ/કર્મચારીઓએ ઉપસ્થિત રહીને શ્રી તૈયબજીના તૈલચિત્રને પુષ્પ અર્પણ કર્યાં હતા.

 

Najar News
Author: Najar News

Leave a Reply

Advertisement
Live Cricket Score