Matoda પ્રા.શાળા ખાતે તમાકુ મુક્ત શાળા અને એનીમિયા મુક્ત ભારત અંતર્ગત ટેસ્ટ ટ્રીટ અને ટોક (T-3) કેમ્પ યોજાયો….
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો રાજ સુતરીયા સાહેબ ના માર્ગદર્શન હેઠળ ખેડબ્રહ્મા તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડૉ કકુસિહ ડાભી ના નેજા હેઠળ પ્રા.આ કે સેમ્બલિયા ના મેડિકલ ઓફિસર ડો એ આર મકવાણા ના અઘ્યક્ષ સ્થાને તમાકુ મુક્ત શાળા અને એનિમિયા મુક્ત ભારત અંતર્ગત ટેસ્ટ ટ્રીટ અને ટોક કેમ્પ યોજાયો જેમાં શાળા ની તમામ કિશોરી ઓ નું હિમોગ્લોબીન તપાસણી કરવામાં આવી હતી .એનીમિયા મુક્ત ભારત અંતર્ગત T-3 કેમ્પ તારીખ 01/02/2024 ના રોજ Matoda ખાતેની પ્રાથમિક શાળા ખાતે આયોજિત કરવામાં આવ્યો. આ કેમ્પ માં તમામ 87 વિદ્યાર્થિની ઓનું હિમોગ્લોબીન અને મેડિકલ તપાસ કરવામાં આવ્યું. તમામ 204 બાળકો ને કાઉન્સેલિંગ કરવામાં આવ્યુ તથા ABHA કાર્ડ કાડવામાં આવ્યા. સીએચઓ,ફીહેવ, મપહેવ તથા આશા કાર્યકરો એ ભારે જહેમત ઊઠાવી હતી.જેનું સફળ સંચાલન પ્રા.આ.કે સેમ્બલીયા ના આરોગ્ય નિરીક્ષક શ્રી બીપીન બારડ એ કર્યું હતું