પોશીનાના અંતરિયાળ વિસ્તારમાં આરોગ્ય અને માતૃબાળ કલ્યાણની સેવાઓની જાણકારી અપાઇ
સ્ટેટ હેલ્થ સિસ્ટમ રિસોર્સ સેન્ટર -ગુજરાતના વિષય નિષ્ણાંતની ટીમે મુલાકાત લીધી
આરોગ્ય અને માતૃબાળ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત વિવિધ સેવાઓ પુરી પાડવામાં આવે છે. સગર્ભા માતાઓ અને નવજાત બાળકોની સેવાઓ આ અંતર્ગત વિશેષ મહત્વ ધરાવે છે.
સરકારશ્રીના નિતિ આયોગ ના સુચકાંકોમાં માતામરણ અને બાળમ રણ માં ઘટાડો લાવવો એ અગત્યની બાબત છે.
સાબરકાંઠાના પોશીના તાલુકાના અંતરિયાળ ડુંગરાળ વિસ્તારમાં આરોગ્ય અને માતૃબાળ કલ્યાણની સેવાઓ જેમાં વિશેષત્તમ સુવાવડ ની સેવાઓ અંગેની જાણકારી મળી રહે તેવા ઉમદા હેતુસર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રાજ સુતરીયા ની અધ્યક્ષતામાં જિલ્લા ના અધિકારીઓની ટીમ અને સ્ટેટ હેલ્થ સિસ્ટમ રિસોર્સ સેન્ટર -ગુજરાતના વિષય નિષ્ણાંતની ટીમે પ્રા.આ.કેન્દ્ર કોટડાના વિરાફળો વિસ્તારમાં સંસ્થાકીય સુવાવડની સેવાઓ માટે લોકજાગૃતિ અને અન્ય સેવાઓ માટે દુર્ગમ અંતરીયાળ વિસ્તારમાં આરોગ્ય સભા કરવામાં આવી હતી.
સ્થાનિક પ્રજાજનોએ ઉપસ્થિત અધિકારીઓને તેમને મળતી આરોગ્યલક્ષી સેવાઓ અંગે વિસ્તૃત જાણકારી આપેલ. રાજ્યકક્ષાના અધિકારીઓએ આરોગ્ય સેવાઓ સહિત પરંપરાગત રીતિ રિવાજો, ગેરમાન્યતાઓ, શિક્ષણનું સ્તર, પોષણ યુકત આહારો જેવી વિવિધ બાબતો અંગે માહિતી મેળવી હતી.