પાકા માર્ગોની રાહ જોતાં ત્રણેય તાલુકાના સ્થાનિકોમાં આનંદની લાગણી ફેલાઇ
ખેડબ્રહ્મા,પોશીના વિજયનગર તાલુકામાં પાંચ રોડના જોબ નંબર ફાળવાતાં આનંદ બે મહિના અગાઉ ખેડબ્રહ્માના કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીએ રજૂઆત કરી હતી
ખેડબ્રહ્મા ધારાસભ્ય ડો. તુષારભાઈ ચૌધરીએ વર્ષ 23- 24 માં ત્રણ તાલુકાના પાંચ માર્ગોને પાકા કરી આપવા તા. 15-02- 23ના રોજ મુખ્યમંત્રીને રજૂઆત કર્યા બાદ તા.16-02-24 ના રોજ માર્ગ અને મકાન વિભાગ દ્વારા તમામ પાંચ રોડને જોબ નંબર ફાળવી રૂ.5 કરોડની જોગવાઈ કરતાં આનંદની લાગણી ફેલાઈ હતી.
ખેડબ્રહ્મા ધારાસભ્ય ડો. તુષાર ચૌધરીએ જણાવ્યું કે ખેડબ્રહ્મા વિજયનગર અને પોશીના તાલુકાના પાંચ માર્ગોને પાકા ડામર રોડ બનાવવા માટે તા. 15-12-23ના રોજ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી હતી.જેને પગલે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ખેડબ્રહ્મા તાલુકાના ગઢડા શામળાજી ઊંચી ધનાલ રોડથી તુવેર વિખરણને જોડતા એક કિર્લોમીટર લાંબા માર્ગ માટે રૂ. 60 લાખ તથા રોધારીથી જાડી સેબલ રોડને જોડતા 800 મીટર પાકા માર્ગ માટે રૂ.50 લાખ વિજયનગર તાલુકાના અભાપુર ગ્રામ પંચાયતથી લોકભારતીને જોડતા બે કિલોમીટર લાંબા માર્ગ માટે 1.80 કરોડ તથા પોશીના તાલુકાના લાંબડીયા ડામર રોડ થી લેબા મૂખીના મહુડીના ઢાળથી ભોજા લાલા ડાભીના ફળિયા તરફ જતાં દોઢ કિલોમીટર પાકા માર્ગ માટે 1.15 કરોડ અને લાખિયા ગામથી બાબુ ઘેના ડાભીના ફળિયા તરફના દોઢ કિલોમીટર લાંબા માર્ગ માટે 95 લાખ મળી પાંચ માર્ગને પાકા બનાવવા રૂ. પાંચ કરોડની જોગવાઈ સાથે તા. 16-02-24 ના રોજ જોબ નંબર ફાળવાતાં લોકોમાં આનંદની લાગણી ફેલાઈ હતી