લોકસભા ચૂંટણી ૨૦૨૪ સંદર્ભે સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના કલેક્ટરશ્રીઓની બેઠક યોજાઇ

લોકસભા ચૂંટણી ૨૦૨૪ સંદર્ભે સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના કલેક્ટરશ્રીઓની બેઠક યોજાઇ

સાબરકાંઠા જિલ્લામાં આગામી સમયમાં યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ની તૈયારી અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી નૈમેષ દવે તથા અરવલ્લી જિલ્લા કલેકટરશ્રી પ્રશસ્થિ પરીખની ઉપસ્થિતિમાં કલેકટર કચેરી, હિંમતનગર ખાતે બેઠક યોજીને તેના આયોજન અંગેની ચર્ચા કરવામાં આવી હતી.

   આ બેઠકને સંબોધતા ચૂંટણી અધિકારી શ્રી નૈમેષ દવેએ જણાવ્યું હતું કે, જિલ્લામાં મુક્ત, ન્યાયી અને પારદર્શિતા સાથે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે જરૂરી છે. આ માટે પરસ્પર તમામને એકબીજા સાથે સંકલન સાધીને જિલ્લા ચૂંટણીતંત્રના સહયોગી તરીકે સોંપાયેલી કામગીરી પૂરી સતર્કતા સાથે જવાબદારીપૂર્વક સુપેરે પાર પડે તે જોવાની ખાસ હિમાયત કરી હતી. આ ઉપરાંત ચૂંટણીપંચની માર્ગદર્શિકા મુજબની કાર્યવાહી સમયસર થાય તે જોવાની ખાસ તાકીદ કરી હતી.

આ બેઠક જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા ચૂંટણી પ્રક્રિયા સંદર્ભે જિલ્લામાં વિવિધ નોડલ અધિકારીશ્રીઓ દ્વારા હાથ ધરાનાર કામગીરી ચૂંટણીલક્ષી તાલીમ, ફ્લાઇંગ સ્કવોર્ડ ટીમ, વિડીયો સર્વેલન્સ ટીમ, વિડીયો વ્યુઇંગ ટીમ, સ્ટેટીક સર્વેલન્સ ટીમ, એકાઉન્ટીંગ ટીમ, એમસીસી, એમસીએમસી, મટીરીયલ મેનેજમેન્ટ, ઇવીએમ મેનેજમેન્ટ તથા સ્વીપ એટલે કે મતદાર જાગૃતિ અભિયાન, વાહન વ્યવસ્થા અંગે માર્ગદર્શક સૂચનાઓ અપાઇ હતી.

આ સાથે બંને જિલ્લાના કલેક્ટરશ્રીઓ પ્રથમ ઇ.વી.એમ.રેન્ડમાઇઝેશન ચેક કર્યું હતું.     

આ બેઠકમાં ભિલોડા પ્રાંત અને મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી દેવેન્દ્ર મીના (આઇ.એ.એસ), સાબરકાંઠા અધિક કલેકટર શ્રી ક્રિષ્ના વાધેલા, નાયબ ચૂંટણી અધિકારીશ્રી જય પટેલ, અરવલ્લી નાયબ ચૂંટણી અધિકારી શ્રી વિશાલ પટેલ સહિત બંને જિલ્લાના મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓ તેમજ ચૂંટણી મામલતદારશ્રીઓ સહિત ચૂંટણી શાખાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.  

                   

Najar News
Author: Najar News

Leave a Reply

Advertisement
Live Cricket Score