શ્રી જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા ખાતે ત્રિવિધ સન્માન કાર્યક્રમ
ઉચ્ચતર પ્રાથમિક વિભાગમાં શ્રેષ્ઠ વર્ગ, શ્રેષ્ઠ વિદ્યાર્થી, તેજસ્વી તારલાઓનું સન્માન અને ધોરણ આઠ વિદાય શુભેચ્છા સમારંભ નિકુંજ માર્કેટિંગ નિકુંજભાઈ ચૌહાણ ના અધ્યક્ષ સ્થાને યોજાયો. સ્વાગત આવકાર પ્રાથમિક આચાર્ય શ્રી ધીરુભાઈ પરમારે કરેલ. અતિથિ વિશેષ રાધે હોસ્પિટલ ડો. શૈલેષભાઈ પટેલ,ડો. દુષ્યંતભાઈ દરજીના વરદ હસ્તે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. જ્યોતિ વિદ્યાલયના આચાર્ય સુરેશભાઈ પટેલ, સી.આર.સી પ્રફુલભાઈ પ્રજાપતિ, ડો. દુષ્યંતભાઈ દરજી, સ્ટેશન પ્રા શાળાના આચાર્ય સુરેશભાઈ પટેલ તથા બાબુભાઇ દ્વારા ઇનામો આપી બાળકોને પુરસ્કૃત કરવામાં આવ્યા.
ત્યારબાદ કંકુ-તિલક કરી ધોરણ આઠ ના વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી.
કાર્યક્રમને સફળ બનાવવા બદલ આચાર્ય સુરેશભાઈ પટેલે અને ધીરુભાઈ પરમારે દરેક સ્ટાફ મિત્રોને અભિનંદન પાઠવ્યા હતા.