*લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪*
*પોશીના અને ખેડબ્રહ્મા ખાતે “ચુનાવ પાઠશાળા” મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો*લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત સાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી નૈમેષ દવેના માર્ગદર્શન હેઠળ તથા સ્વીપ નોડલ અધિકારીશ્રી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી આયોજીત આદિજાતિ વિસ્તાર પોશીના અને ખેડબ્રહ્મા ખાતે “ચુનાવ પાઠશાળા” મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. બીએલઓ સુપરવાઈઝરશ્રી અને બીએલઓશ્રી દ્વારા પોશીના અને ૨૯-ખેડબ્રહ્મા વિધાનસભા મતવિભાગમા સમાવિષ્ઠ તાલુકામાં ગત વિધાનસભા ચુંટણી ૨૦૨૨ મા જે મતદાન મથકોમાં 50% કરતા ઓછું મતદાન થયુ હોય અને પુરુષોના મતદાન કરતા મહિલાઓનું મતદાન ૧૦% થી ઓછું છે તેવા તમામ મતદાન મથકો ખાતે ચુનાવ પાઠશાળા મીટીંગનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આગામી લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ મા તમામ મહિલા મતદારો સહ પરિવાર ૧૦૦ % મતદાન કરીને લોકશાહીના આ પર્વમાં સહભાગી થાય તે માટે શપથ લીધા હતા.