best news portal development company in india

ખેડબ્રહ્મા પોલીસે ભજપુરાની બાળકીના અપહરણ અને ઇડર થી થયેલ બાઇક ચોરીનો ભેદ ઉકેલ્યો

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

 

ખેડબ્રહ્મા પોલીસે ભજપુરાની બાળકીના અપહરણ અને ઇડર બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો 

 

 | ખેડબ્રહ્મા 

 

ખેડબ્રહ્મા પોલીસે વડાલી તાલુકના ભજપુરા માંથી અપહરણ કરેલ બાળકી અને ઇડરમાંથી ચોરાયેલ બાઇકનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી 

 

 

 

જિલ્લામાં અપહરણ તથા મિલકત સંબધી ચોરીઓના બનાવો સંબંધે આપેલ સુચના અન્વયે ખેડબ્રહ્મા પી.આઈ. ડી.એન.સાધુ અને સર્વેલન્સ ટીમ ખેડવા બોર્ડર ખાતે વાહન ચેકીંગમાં હતા ત્યારે બાતમી મલી હતી કે ચોરીની બાઇક લઇ ધ્રોઈ થી ઝાઝવા પાણાઈ તરફથી એક માણસ આવી રહ્યો છે જે બાઇક આવતા તેને ઉભો રાખી તપાસ કરતા બુજા(ઝેર) તા.કોટડાછાવણી જી.ઉદેપુર રાજસ્થાનનો કાનજી લાલજીભાઈ ગમાર હોવાનું માલુમ પડ્યું હતું. બાઈકના આધાર પુરાવા માંગતા ગલ્લા તલ્લા કરતો હોય તેને પોલીસ સ્ટેશન લાવી તપાસ કરતા બાઇક નમ્બર GJ-09-DF-9246 બાબતે પોકેટ કોપ એપ્લીકેશન તથા ICGS પોર્ટલ મારફતે ચેક કરતા બાઇક નં-GJ-09-DF-9246 ઇડર પોલીસ સ્ટેશનમાં 6 ઓગસ્ટના રોજ ચોરીના ગુન્હામાં નોંધાયેલ હોવાનું માલુમ પડેલ વધુ તપાસ કરતા તેજ સાંજે ભજપુરા તા.વડાલી ગામેથી આજ બાઇક પર પાંચેક વર્ષની બાળકીને ઉપાડી લઈ ગયેલાની હકીકત જણાવી હતી જેની તપાસ કરતા વડાલી પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયેલ હોઈ તેની વધુ પુછપરછ કરતા બાળકી તલોદ તાલુકાના પુંસરી મુકામે પોતે ખેતી કામે ભાગમાં રહેલ હોય તે શેઠના કુવા પર હોવાનું જણાવતા પોલીસે તેને સાથે લઈ જઈ ખેતરે તપાસ કરતા ભોગ બનનાર બાળકી આરોપીના ભાઈ તથા માતા પાસે હોય ત્યાંથી ભોગ બનનાર બાળકીનો કબજો મેળવી પોલીસ સ્ટેશન લાવી બાળકીને આગળની કાર્યવાહી સારુ વડાલી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામા આવી હતી આમ ખેડબ્રહ્મા પોલોસેને બે ગુન્હા ઉકેલવામાં સફળતા મળી હતી

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई