ખેડબ્રહ્માની મહિલા મતદારો અગ્રેસર રહિ ૬૮.૩૯ ટકા મતદાન કર્યુ હતું. 

સાબરકાંઠા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન

5 લોકસભા સાબરકાંઠા મતવિસ્તાર ના ખેડબ્રહ્મા શહેર ના ગામ વિસ્તાર માં મહીલા પ્રજાપતિ સુજીબેન હેમાભાઇ ઉમર -104 વર્ષે પણ મતદાન કર્યું 

.      સાબરકાંઠા ઉજવાયું મતદાનનું મહાપર્વ: સંસદીય મતદાર વિભાગમાં સરેરાશ ૬૩.૨૨ ટકા મતદાન

સાબરકાંઠા બેઠકના ૧૯૭૬૩૪૯ મતદારો પૈકી ૧૨૪૯૫૦૪ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો

જિલ્લામાં ૬૬૯૮૬૬ પુરૂષોએ જયારે ૫૭૯૬૦૨ મહિલાએ મતદાન કર્યુ

ખેડબ્રહ્મામાં વિધાનસભા બેઠક પર સૌથી વધુ ૭૧.૨૩ ટકા મતદાન જયારે સૌથી ઓછુ બાયડ વિધાનસભા બેઠકમાં ૫૮.૪૪ટકા મતદાન નોંધાયું.

ખેડબ્રહ્માની મહિલા મતદારો ૬૮.૩૯ ટકા સાથે મતદાનમાં અગ્રેસર

       લોકશાહીના મહાપર્વમાં સાબરકાંઠાવાસીઓ ઉત્સાહભેર જોડાઇને સમગ્ર સંસદીય મતદાર વિભાગમાં ૬૭.૨૪ ટકા મતદાન કર્યુ હતું. મતદારોએ અસહ્ય ગરમીની ચિંતા કર્યા વગર આ લોકસભાની ચુંટણીમાં મતદાન કર્યું હતું. જો વિધાનસભાની સાતેય બેઠક પર વાત કરીએ તો ખેડબ્રહ્મા વિધાનસભા બેઠક પર ૭૧.૨૩ ટકા સૌથી વધુ મતદાન થયુ હતું જ્યારે સૌથી ઓછુ મતદાન બાયડ ..૫૮.૪૪. ટકા મતદાન નોંધાયું હતું. મહિલા–પુરૂષ મતદારોની વાત કરવામાં આવે તો ખેડબ્રહ્માના પુરૂષ મતદાતાઓએ ૭૩.૯૮ ટકા મતદાન કર્યુ હતુ તો વળી ખેડબ્રહ્માની મહિલા મતદારો અગ્રેસર રહિ ૬૮.૩૯ ટકા મતદાન કર્યુ હતું. 

      

જયારે અન્ય મતદારોની વાત કરીએ તો સાબરકાંઠા બેઠક પર કુલ ૬૬ અન્ય જાતિના મતદારો નોંધાયા હતા. જે પૈકી ૩૬ અન્ય મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

Najar News
Author: Najar News

Leave a Reply

Advertisement
Live Cricket Score