આ ખાડો અબોલા પશુ નો ભોગ લેશે ખરો ?
ખેડબ્રહ્મા નગર પાલીકા દ્વારા લક્ષ્મીપુરા ચાર રસ્તા થી સીવીલ રોડ જતા આંબેડકરજી ના સ્ટેચ્યુ ની બાજુ ખૂણા પર પીવાના પાણીની લાઈન નાખેલ છે જે કુંડી નું ઢાંકણ લાઇન નાખેલ ત્યાર પછી નાખવાનુ પાલીકા ભુલી ગઈ હોય તેમ લાગે છે.
તો સ્થાનિક લોકો દ્વારા આ કુંડીના ઢાંકણ નાખવા અંગે વારંવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ કોઈ સાંભળનાર જ નથી તેવું અહીંયા દેખાઈ રહ્યું છે આ કુંડીનું ઢાંકણ કોઈ જાનહાની થયા પછી લાગશે કે કેમ તેવું પ્રજા વચ્ચે હાલ ચર્ચા રહ્યું છે ભૂતકાળમાં નાના-મોટા વાછરડાઓ આ કુંડીમાં પડ્યાના સમાચારો પણ પ્રસિદ્ધ થયા હતા. ત્યારબાદ પણ આજરોજ સુધી ઢાંકણ લાગેલ નથી સત્વરે આ ઢાંકણ નંખાય તેવી પ્રજાની માંગ ઉઠવા પામી છે
Author: Najar News
Post Views: 28