તા. 15.08.2025 ના રોજ 79 મો સ્વતંત્રતા દિવસ રાષ્ટ્રીય પર્વની ઉજવણી સાબરકાંઠા અરવલ્લી રબારી સમાજ દ્વારા રેક્ટ રબારી સ્ટડી સેન્ટર તલોદ ખાતે કરવામાં આવી.
સમાજના વડીલો, આગેવાનો, નોકરિયાત અધિકારી કર્મચારીઓ, શિક્ષિતો, વિધાર્થીઓ, યુવાનો, યુવતીઓ અને ભાઈ બહેનો મોટી સંખ્યામાં જાહેર આમંત્રણને માન આપી ઉપસ્થિત રહ્યા હતા.
આજના કાર્યક્રમમાં સમાજના સ્ટડી સેન્ટરના કોચિંગ ક્લાસ અને ભાઈ બહેનોની લાયબ્રેરીનો વધુમાં વધુ લાભ લેવા માટે સમાજના આગેવાનો, વડીલો, વાલીઓ અને ધોરણ 12 અને ગ્રેજ્યુએટ પાસ બાળકોને ખાસ અપીલ કરવામાં આવી હતી.
સમાજના બાળકોને સારું શિક્ષણ, કેળવણી અને સંસ્કાર આપવા ઉપર ભાર મુકવામાં આવ્યો. સમર્થ અને સશક્ત નાગરિકના નિર્માણ થકી સમર્થ અને સશક્ત સમાજનું અને તેના થકી સમર્થ અને સશક્ત રાષ્ટ્રનું નિર્માણ કરવાની વાત કરવામાં આવી.
આજરોજ જાહેર આમંત્રણને માન આપી સમાજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ નવા ચૂંટાયેલા કાનાનામુવાડાના સરપંચ શ્રી પુંજાભાઈ, ઉમેદનીમુવાડીના સરપંચશ્રી રઘુનાથભાઈ તથા દલાનીમુવાડી ઉપસરપંચશ્રી દેવરાજભાઇનું સમાજના આગેવાનોએ સમાજ વતી સન્માન કરેલું હતું.
સમાજના વડીલો અને આગેવાનોએ સમયની સાથે સમાજમાં હકારાત્મક પરિવર્તન આવે, સમાજનો વિકાસ અને પ્રગતિ થાય તે માટે ચર્ચા વિચારણા કરી હતી.
સમાજના વડીલો આગેવાનોએ સમાજ અને રાષ્ટ્રના સૌથી મોટા દુશ્મન નિરક્ષરતા, ગરીબી, અંધશ્રદ્ધા અને કુરિવાજો સામે સમયની માંગ મુજબ એમના ઉપર વિજય મેળવવા સમાજને વધુ સજ્જ થવા માટે ચર્ચા વિચારણા કરી હતી.
સમગ્ર કાર્યક્રમનું ઉત્કૃષ્ટ આયોજન અને સંચાલન સ્ટડી સેન્ટર અને લાયબ્રેરીના રબારી સમાજના વિદ્યાર્થી ભાઈ બહેનો દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.








Total Users : 782227
Total views : 33761482