રાજકોટના પ્રસિદ્ધ જય સીયારામ પેંડાવાળા રઘુનંદનભાઈ સેજપાલનું હાર્ટ એટેકથી અવસાન રાજકોટના પ્રસિદ્ધ જય સીયારામ પેંડાવાળા રઘુનંદનભાઈ સેજપાલનું હાર્ટ એટેકથી અવસાન

રાજકોટના પ્રસિદ્ધ જય સીયારામ પેંડાવાળા રઘુનંદનભાઈ સેજપાલનું હાર્ટ એટેકથી દુઃખદ અવસાન થયું છે. સાળાના ઘરે બેસવા ગયા હતા ત્યાં હૃદય રોગનો હુમલો આવ્યો હતો જે જીવલેણ નિવડ્યો.

રાજકોટના પ્રસિદ્ધ જય સીયારામ પેંડાવાળા રઘુનંદન સેજપાલનું 67 વર્ષની ઉંમરે જ દુઃખદ અવસાન થયું છે. સાળાના ઘેર બેસવા ગયા હતા જ્યાં તેમને હૃદય રોગનો હુમલો આવ્યો હતો. જે બાદ તાત્કાલીક તેમને વોકહાર્ડ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા પરંતુ રસ્તામાં જ અવસાન થયું હતું.

આવતીકાલે સવારે 9:00 વાગે સ્મશાન યાત્રા કાલાવડ રોડ ઉપર યુએસ પિઝા પાછળ આવેલા એમના નિવાસસ્થાનેથી નીકળશે. રાજકોટના વ્યાપારી આલમમાં ઘેરો શોક વ્યાપી જવા પામ્યો છે.

 

 

 

Najar News
Author: Najar News

Leave a Reply

Advertisement
Live Cricket Score