વિકસિત ભારતની નવી પહેચાન, કુટુંબ નિયોજન દરેક દંપતીની શાન*

*વિકસિત ભારતની નવી પહેચાન, કુટુંબ નિયોજન દરેક દંપતીની શાન*

*સાબરકાંઠા જિલ્લાના પદાધિકારીનો “વિશ્વ વસ્તી દિન” નિમિત્તે એક દિવસીય વર્કશોપ યોજાયો*

       સાબરકાંઠા જિલ્લા પંચાયતના સદસ્યોનો વિશ્વ વસ્તી દિન નિમિત્તે આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી અનસૂયાબેન ગામેતી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરાની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્રારા આયોજિત એક દિવસીય વર્કશોપ સર્કિટ હાઉસ હિંમતનગર ખાતે યોજાયો હતો. 

      આ પ્રસંગે આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી અનસુયાબેન ગામિતીએ જણાવ્યું હતું કે દેશમાં વધતી જતી વસ્તી ચિંતાનો વિષય છે.આ બાબતે પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓએ સહિયારા પ્રયાસોથી વસ્તી નિયંત્રણ અંગે જાગૃતિ માટે કામગીરી કરવી જોઈએ. સાથે જ ચોમાસાની સિઝનમાં વાઇરલ રોગો થવાની સંભાવના વધુ હોવાથી આપણી આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા રાખવા જણાવ્યું હતું. 

 આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરાએ જણાવ્યું હતું કે ભારત યુવાઓનો દેશ છે. આપણા દેશમાં યુવા વર્ગ વધુ હોવાથી આર્થિક વિકાસમાં ખુબ મહત્વનો ભાગ ભજવી શકે છે. અર્થશાસ્ત્રીઓના મતે વસ્તી વધુ તેમ બજાર મોટું, પરંતુ જેમ એક સિક્કાની બે બાજુ છે તેમ જ વસ્તી વધારાની બે બાજુ છે. ચીન વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હતો પરંતુ ચીન દ્રારા કડક કાયદાના અમલ થકી વસ્તી નિયંત્રણ કર્યું અને આજે ભારત વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બન્યો છે. આજે દર વર્ષે ભારતમાં એક ઓસ્ટ્રેલિયા દેશનો ઉમેરો થાય છે સામે તે પ્રમાણે સંસાધનો વધતા નથી જેથી અનેક સમસ્યાઓ પેદા થાય છે.

આજનું બાળક ભવિષ્યનો નાગરીક છે. તે સુપોષિત, સુશિક્ષિત અને સુસંસ્કારી બને તે માટે ખાસ જરૂરી છે કે લગ્ન યોગ્ય ઉંમરે થાય બે બાળકો વચ્ચે ત્રણ વર્ષનું અંતર જરૂરી છે.

આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.રાજ સુતરીયાએ વર્તમાન સમયમાં ચાલી રહેલા શંકાસ્પદ ચાંદીપુરા કેસને લઈ બાળકોમાં યોગ્ય સાવચેતી રાખવા જણાવ્યું હતું.

 આ વર્કશોપમાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. કે. એસ ચારણે જણાવ્યું હતું કે શિક્ષણનું પ્રમાણ વધવાની સાથે લોકો શિક્ષિત બની કુટુંબ નિયોજન ઓપરેશન, સ્ત્રી નસબંધી, પુરુષ નસબંધી જેવા અન્ય માધ્યમો થકી વસ્તી નિયંત્રણની જરૂરિયાત સમજ્યા છે. પરંતુ હજુ જિલ્લાના કેટલાક વિસ્તારો, કોમોમાં શિક્ષણનું પ્રમાણ ઓછુ હોવાથી વસ્તી નિયંત્રણમાં સમસ્યાઓ થઈ રહી છે. સાથે બે બાળકો વચ્ચેના અંતરની જાળવણી ન થતા કુપોષણ – માતા મરણ, બાળ મરણ જેવી સમસ્યાઓ ઉદભવે છે. આ સમસ્યા નિવારવા “નાનું કુટંબ, સુખી કુટુંબ” સંદેશને છેવાડાના માનવી સુધી પહોંચાડવા સ્થાનિક લોકોનો સાથ લઈ શિક્ષણનો ફેલાવો કરવો જોઇએ.    

  આ કાર્યક્રમમાં જિલ્લા કારોબારી સમિતિના અધ્યક્ષશ્રી,તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ,જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ, મહિલા બાળ સમિતિના ચેરમેનશ્રી,બાંધકામ સમિતિના ચેરમેનશ્રી, શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી, સિંચાઈ સમિતિના ચેરમેનશ્રી, તેમજ આરોગ્ય વિભાગનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.        

 

Najar News
Author: Najar News

Leave a Reply

Advertisement
Live Cricket Score