ખેડબ્રહ્મામાંથી બે બાળકો સાથે પરિણીતા ગુમ થતા પોલીસ ને જાણ કરાઈ
ખેડબ્રહ્મા
ખેડબ્રહ્માના પ્રજાપતિ સોસાયટીમાં રહેતી પરિણીતા બે બાળકો સાથે ગુમ થવા બાબતે ખેડબ્રહ્મા પોલીસમાં જાણ કરવામાં આવી હતી
ખેડબ્રહ્મા પ્રજાપતિ સોસાયટીમાં રહેતા પુરુષ ના લગ્ન નવેક વર્ષ આગાઉ સમાજના રીત રીવાજ મુજબ ચાંદલોડીયા ખાતે રહેતી મહીલા ની સાથે થયા હતા જે લગ્ન જીવનથી એક દીકરો 4 વર્ષ નો અને દીકરી 2.5 વર્ષ નો જન્મ થયો હતો ગત 21 જુલાઈના રોજ પરણીત સવારના મજૂરી માટે ગયો હતો અને બપોરે 11 કલાકે મજુરી કામ પુરૂ કરી ઘરે પરત આવેલ તે વખતે ની બહેન એ જણાવેલ કે ભાભી બાળકો ને લઈ દવાખાને જાઉ છુ તેમ કહીને સવારના નવેક વાગે નકળી ગયેલ છે અને હજુ સુધી ઘરે આવેલ નથી. તેથી મહીલા અને બાળકોની
સોસાયટી તથા બજાર વિસ્તાર તેમજ ખેડબ્રહ્મા બસ સ્ટેન્ડ તથા આજુબાજુના વિસ્તારમાં શોધખોળ કરવા છતા મળી આવેલ નહિ જેથી એક દિવસ સુધી સગા સંબંધીઓમાં ફોન કરી તથા સાસરીમાં ફોન કરી તથા બાળકોની શોધખોળ છતાં તે મળી આવેલ નહીં જેથી ખેડબ્રહ્મા પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી