દર્દીના પ્રાઈવેટ પાર્ટમાંથી દોઢ ફુટ લાંબી દૂધી કાઢી, અંદરની નસોની સાથે સાથે ડોક્ટર્સની આંખો પણ ફાટી રહી ગઈ
છતરપુરમાં રહેતા એક ખેડૂતના પેટમાં ભારે દુખાવા ઉપડતા જિલ્લા હોસ્પિટલમાં પહોંચ્યો હતો. હોસ્પિટલમાં રહેલા ડોક્ટર્સે તેનું અલ્ટ્રાસાઉન્ડ કર્યું અને પછી જે જોયું તે જોઈનેભોપાલ: મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લા હોસ્પિટલમાંથી એક અનોખો કેસ સામે આવ્યો છે. અહીં એક દર્દીના મળાશયમાંથી 16 ઈંચ લાંબી દૂધી ઓપરેશન દ્વારા કાઢવામાં આવી છે. આ પ્રકારનો અનોખો કિસ્સો જોઈને ડોક્ટર્સની ટીમ પણ ચોંકી ગઈ હતી.ડોક્ટર્સે જોયું કે, વ્યક્તિના મળ દ્વારાની અંદર આખી એક દૂધી નાખેલી હતી. જેના કારણે અંદરથી નસો ફાટી ગઈ હતી. અંદર દૂધીને જોઈને ડોક્ટર્સ પણ ચોંકી ગયા અને ચર્ચા ફેલાવા લાગી કે દૂધી અંદર ગઈ કેવી રીતે. રસપ્રદ વાત એ છે કે, તેના વિશે દર્દીએ પણ ડોક્ટર્સને સ્પષ્ટ જાણકારી આપી નથી.કેમ કે મામલો ખૂબ જ ગંભીર હતો અને દર્દીની હાલત સતત ખરાબ થઈ રહી હતી, તેથી તેનું ઓપરેશન કરવામાં આવ્યું. કહેવાય છે કે, ઓપરેશન બે કલાક સુધી ચાલ્યું અને દર્દીના મળદ્વારમાંથી દોઢ ફુટની લાંબી દૂધી કાઢવામાં સફળતા મળી હતી.ડોક્ટર્સના જણાવ્યા અનુસાર, હાલમાં દર્દી ખતરામાંથી બહાર છે અને તેની હાલતમાં સુધારો થઈ રહ્યો છે. હાલમાં આ મામલો સામે આવ્યા બાદ ડોક્ટર્સ ટીમમાં પણ ચર્ચા થઈ રહી છે, આખરે આટલી નાજૂક જગ્યામાં દૂધી કેવી રીતે ગઈ અને કોઈ વ્યક્તિ ત્યાં દૂધીને કેવી રીતે નાખી શકે. હોસ્પિટલના ડાયરેક્ટર પણ સતત આ પ્રયાસમાં પણ છે કે તેમને દર્દીને કેસ સ્ટડી મળી અને તપાસ કરી છે કે આખરે આ કામ કોણ અને કેવી રીતે કર્યું.ઓપરેશન કરનારી ટીમમાં ડોક્ટર આશીષ શુક્લા, ડોક્ટર મનોજ ચૌધરી, ડોક્ટર નંદકિશોર જાટવ અને ડોક્ટર સંજય મૌર્ય સામેલ હતા. તેમણે પ્રાથમિક તપાસ બાદ સર્જરીની પ્રક્રિયા કર્યા બાદ ડોક્ટર્સે જાહેર કર્યું કે, દર્દી ખતરામાંથી બહાર છે અને તેની હાલતમાં સુધારો આવી રહ્યો છે.